અક્ષય કુમારના ફેન્સ માટે માઠા સમાચાર, હવે 30 એપ્રિલે રિલીઝ નહીં થાય ‘સૂર્યવંશી’

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમારની આ મહિને રિલીઝ થનારી ફિલ્મ 'સૂર્યવંશી' ની રિલીઝ હવે અનિશ્ચિતકાળ માટે ટળી ગઈ છે.

  • Kunjan Shukal
  • Published On - 20:30 PM, 5 Apr 2021
અક્ષય કુમારના ફેન્સ માટે માઠા સમાચાર, હવે 30 એપ્રિલે રિલીઝ નહીં થાય 'સૂર્યવંશી'

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમારની આ મહિને રિલીઝ થનારી ફિલ્મ ‘સૂર્યવંશી’ ની રિલીઝ હવે અનિશ્ચિતકાળ માટે ટળી ગઈ છે. આ ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ થવાની હતી, ત્યારબાદ હવે બોલિવુડના જાણીતા ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.

 

 

મુંબઈમાં લાગેલા રાત્રિ કર્ફ્યૂ, વીકએન્ડ લોકડાઉન 30 એપ્રિલ સુધી લાગૂ રહેવાને લઈ મોટાભાગની ફિલ્મોની રિલિઝ ટળી ચૂકી છે. ત્યારે આ દરમિયાન અક્ષય કુમાર પણ કોરોના સંક્રમિત છે. સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી અક્ષયે પોતાના ફેન્સને આપી છે. કોરોનાના કેસ દેશમાં સતત વધી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં જ કોરોનાના 40 હજારથી વધારે કેસ સામે આવ્યા હતા.

 

રાત્રિ કર્ફ્યૂને લઈ ફિલ્મના નાઈટ શોને ચલાવવામાં નહીં આવે. આ કારણે ફિલ્મની રિલીઝમાં મુશ્કેલી આવી શકે છે. ત્યારે ફિલ્મનું બજેટ પણ ખુબ મોટું છે. તે કારણથી ફિલ્મની રિલીઝને પુરી રીતે રિલીઝ કરવી પડશે. જેમ કે ફિલ્મનો તમામ ખર્ચ રિલીઝ બાદ નિકાળી શકાય. તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી ઈચ્છે છે કે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ જાય પણ ફિલ્મની ટીમ આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવા ઈચ્છે છે.

તમને જણાવી દઈએ કે સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કેટરિના કૈફ, જાવેદ જાફરી, જૈકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. ત્યારે અજય દેવગણ અને રણવીરસિંહ મહેમાન કલાકાર તરીકે નજરે આવશે.

 

આ પણ વાંચો: અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે Kareena Kapoorને મોકલી ખાસ ગિફ્ટ, ગિફ્ટ જોઈને ખુશ થઈ ગઈ અભિનેત્રી