અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે Kareena Kapoorને મોકલી ખાસ ગિફ્ટ, ગિફ્ટ જોઈને ખુશ થઈ ગઈ અભિનેત્રી

બોલીવુડની બેબો કરીના કપૂર ખાન (Kareena Kapoor) અને મલાઈકા અરોરાની (Malaika Arora) બોલિવૂડની સુંદર એક્ટ્રેસમાં ગણના થાય છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 19:00 PM, 5 Apr 2021
અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે Kareena Kapoorને મોકલી ખાસ ગિફ્ટ, ગિફ્ટ જોઈને ખુશ થઈ ગઈ અભિનેત્રી
કરીના કપૂર ખાન

બોલીવુડની બેબો કરીના કપૂર ખાન (Kareena Kapoor) અને મલાઈકા અરોરાની (Malaika Arora) બોલિવૂડની સુંદર એક્ટ્રેસમાં ગણના થાય છે. તેઓ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. કરીના અને મલાઈકા એક સાથે ઘણો સમય વિતાવે છે. બંને પાર્ટીમાં સાથે જોવા મળે છે અથવા સાથે સમય પસાર કરતી જોવા મળે છે. ઈસ્ટર 2021ના ​​અવસરે મલાઈકા અરોરાએ એક ખાસ ગિફ્ટ કરીના કપૂર ખાનને મોકલી હતી.

 

કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાતનો ખુલાસો કર્યો હતો અને એક બોક્સની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, “થેંક્યુ માય લવ મલ્લા” જ્યારે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. કરીના અને મલાઈકા એકબીજાની ખૂબ નજીક છે. બંને એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. ફોટામાં તે જોઈ શકાય છે કે બોક્સની અંદર એનીમલ શેપની ચોકલેટ દેખાય છે. જે ગોલ્ડન કલરના રેપરમાં છે.

 

કરીના કપૂર અને સૈફ અલી ખાને ફેબ્રુઆરીમાં તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું હતું. જ્યારે કરીના હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે આવી ત્યારે મલાઈકા પણ તેમને મળવા માટે આવી હતી. મલાઈકા ઘણીવાર કરીનાના હાલચાલ પૂછતી રહે છે. ડિલિવરીના એક મહિના પછી બાદ કરીના ફરી કામ પર પરત ફરી છે. તાજેતરમાં જ તેને મુંબઈના એક સ્ટુડિયોની બહાર સ્પોટ કરવામાં આવી હતી. તેણી તેના આગામી આવનારા એક રસોઈ શોના સિલસિલામાં પહોંચી હતી. આ સાથે કરીનાએ તેની વર્કઆઉટ શરૂઆત કરી દીધી છે. પેપરાઝીએ પણ કરીનાને કેમેરામાં કેદ કરી હતી.

 

મલાઈકા અરોરા વિશે વાત કરીએ તો રવિવારે ઈસ્ટરના અવસર પર તે અર્જુન કપૂર સાથે તેના માતા-પિતાના ઘરે પહોંચી હતી. બંનેએ ઘરની સામે ફોટોગ્રાફરો માટે પણ પોઝ આપ્યો હતો. આ દરમિયાન મલાઈકાએ લો બેક રફલ્ડ યલો ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરી હતી તો અર્જુને બ્રાઉન ટી-શર્ટ સાથે બ્લેક જીન્સ પહેર્યું હતું. કરીનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ હોલીવુડની બ્લોકબસ્ટર મૂવી ફોરેસ્ટ ગમ્પની રિમેક છે.

 

આ પણ વાંચો : કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ