સફરમાં ચર્ચા: ઓટો ડ્રાઈવરે એક્ટર અનુપમ ખેરને શીખવાડ્યો ભગવતગીતાનો પાઠ, જુઓ VIDEO

|

Dec 19, 2021 | 5:48 PM

અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઓટો ચલાવતા ભૂપતિ દેવદાસ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

સફરમાં ચર્ચા: ઓટો ડ્રાઈવરે એક્ટર અનુપમ ખેરને શીખવાડ્યો ભગવતગીતાનો પાઠ, જુઓ VIDEO
Anupam Kher video goes viral

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર બોલિવુડ સેલેબ્સ સંબંધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. તાજેતરમાં એક્ટર અનુપમ ખેરનો (Anupam Kher) એક વીડિયો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તમને જણાવી દઈએ કે અનુપમ ખેર સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ચાહકો માટે વીડિયો અને તસવીરો શેર કરતા જોવા મળે છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

અનુપમ ખેરનો અનોખો અંદાજ

અનુપમ ખેરને તેમની રસપ્રદ પોસ્ટ માટે પણ પસંદ કરવામાં આવે છે. ક્યારેક તે શિમલાની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળે છે. કેટલીકવાર તે અનિલ કપૂર (Anil Kapoor) સાથે ખાસ પળો વિતાવતા જોવા મળે છે તો ક્યારેક ખેર તેમની માતા સાથે મસ્તી કરતા જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. અનુપમ ખેર દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અનુપમ ખેરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઓટો ચલાવતા ભૂપતિ દેવદાસ (Bhupati Devdas) સાથે વાત કરતા જોવા મળે છે. તેમની સફર દરમિયાન રિક્ષાવાળાએ તેમને ભગવત ગીતાનો પાઠ ભણાવ્યો, એટલું જ નહીં, અંતે તેમણે અનુપમ ખેરને ચંડીનો પાઠ પણ સંભળાવ્યો. આ સાંભળીને અનુપમ ખેર પણ દંગ રહી જાય છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

 

 

આ વીડિયો શેર કરીને તેણે લખ્યું- ‘હું મારા યોગ ક્લાસના રસ્તામાં રિક્ષા ડ્રાઈવર #BhupatiDevDas ને મળ્યો. તેમની પાસેથી ભગવતગીતાનો પાઠ શીખવાનો મહત્વનો અનુભવ સાબિત થયો. ભૂપતિ દાસ ઓટો રિક્ષા પણ ચલાવે છે અને ભગવદ ગીતાનું જ્ઞાન પણ વહેંચે છે. આ કૃષ્ણ ભક્તના શબ્દો તમારા હ્દયના ઊંડાણ સુધી પહોંચશે. તેમને સાંભળો અને સમજો અને આપણી સંસ્કૃતિની સમૃદ્ધિની પ્રશંસા કરો, જય શ્રી કૃષ્ણ.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને વીડિયો પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: દબંગનો બિન્દાસ અંદાજ : NCP નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાને લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

 

Published On - 5:48 pm, Sun, 19 December 21

Next Article