Atrangi Re Twitter Review: સારા અને ધનુષની કેમિસ્ટ્રીએ જીત્યુ ફેન્સનું દિલ, યૂઝર્સે ફિલ્મને જણાવી ચકાચક

|

Dec 24, 2021 | 3:51 PM

છેલ્લા કેટલાક દિવસોથી સારા, ધનુષ અને અક્ષય તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા ટ્વિટર યુઝર્સે 'અતરંગી રે'ની સમીક્ષા કરી છે.

Atrangi Re Twitter Review: સારા અને ધનુષની કેમિસ્ટ્રીએ જીત્યુ ફેન્સનું દિલ, યૂઝર્સે ફિલ્મને જણાવી ચકાચક
Sara and Dhanush's chemistry wins fans' hearts

Follow us on

સારા અલી ખાન (Sara Ali Khan), અક્ષય કુમાર (Akshay Kumar) અને ધનુષની (Dhanush) ફિલ્મ ‘અતરંગી રે’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સારાએ રિંકુનું પાત્ર ભજવ્યું છે જ્યારે ધનુષ વિશુનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય કરી રહ્યા છે. આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી સારા, ધનુષ અને અક્ષય તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા ટ્વિટર યુઝર્સે ‘અતરંગી રે’ની સમીક્ષા કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શરૂઆતના ટ્વિટર રિવ્યુને જોતાં એવું લાગે છે કે દર્શકો સારા અને ધનુષની કેમેસ્ટ્રી, અક્ષયના અનોખા કેમિયો અને એ.કે.થી પ્રભાવિત થયા છે. એ.આર રહેમાનના સંગીતે દર્શકોના દિલ જીતી લીધા છે. એક યૂઝરે લખ્યુ કે, ‘ચકા ચક’ સોન્ગ મારી પ્લે લિસ્ટમાં છેલ્લે સુધી રહેશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ધનુષે આ ફિલ્મમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે આ ખૂબ જ સારી ફિલ્મ છે, તમારે તેને જોવી જ જોઈએ.

ટ્વિટર યુઝર્સ ફિલ્મને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ લાંબા સમય બાદ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અગાઉ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે. ‘ચકા ચક’, ‘રૈત જરા સી’, ‘ગરદા’ જેવા ગીતોએ દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ ભૂષણ કુમાર અને રાય દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.

 

આ પણ વાંચો –

Ahmedabad : મેમદપૂરા ક્રોસિંગ બ્રિજ તૂટવાનો કેસ, શહેરી વિકાસ સચિવની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાની CMની જાહેરાત

આ પણ વાંચો –

Surat: શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવાઇ, સાંસદ દર્શના જરદોશ અને પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

આ પણ વાંચો –

Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Next Article