Aryan Khan Drugs case : NCB એ ચાર્જશીટ દાખલ કરવા માટે માંગ્યો 90 દિવસનો સમય, જાણો શું છે મામલો?
બોમ્બે હાઈકોર્ટ પોતાના આદેશમાં કહ્યુ હતુ કે,કોર્ટને આર્યન ખાન(Aryan Khan), અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પાસેથી ડ્રગ્સ સંબધિત કોઈ પણ પુરાવા મળ્યા નથી.
Aryan Khan Drugs case : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (Narcotics Control Bureau) મુંબઈ ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ 90 દિવસનો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના (Shahrukh Khan)પુત્ર આર્યન ખાનની 19 અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી, જે કેસમાં ડ્રગ્સ વિરોધી એજન્સીએ 2 એપ્રિલ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની હતી.પરંતુ NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investing team) એ મુંબઈ સેશન્સ કોર્ટને એક્સટેન્શન માટે વિનંતી કરી છે.
Aryan Khan drugs-on-cruise matter | SIT of NCB seeks 90-day additional time from Mumbai Sessions Court to file chargesheet in the matter. It was supposed to file the chargesheet by 2nd April. pic.twitter.com/fKMvjq5WEo
— ANI (@ANI) March 28, 2022
ગયા વર્ષે શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) પર ડ્રગ્સ (Drugs) લેવાના આરોપોએ બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સમાચારની સર્વત્ર ચર્ચા થઈ હતી. ડ્રગ્સના કેસમાં નામ આવ્યા બાદ આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં 28 દિવસ પસાર કરવા પડ્યા હતા. મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર જઈ રહેલી ડ્રગ્સ પાર્ટીના મામલામાં NCB દ્વારા દરોડા પાડીને આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં આર્યન ખાનની અરજી પણ ચાર વખત ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યાંથી તેને જામીન મળી ગયા હતા.
આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી
2 માર્ચે SITના વડા સંજય સિંહે કહ્યુ હતુ કે, કોર્ડેલિયા ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી તે કહેવું ઘણું અતિશયોક્તિ હશે.કોર્ડેલિયા ક્રુઝ શિપ ડ્રગ કેસમાં આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાના અહેવાલો સામે આવ્યા પછી શ્રી સિંહનું આ નિવેદન સામે આવ્યુ છે.ડ્રગ્સ કેસના કારણે ચર્ચામાં રહેલ આર્યન ખાને લગભગ આ કેસના સંબંધમાં એક મહિનો જેલમાં વિતાવવાનો વારો આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ કેસ એક વિશાળ રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો હતો અને ડ્રગ્સ વિરોધી એજન્સીની છબી પણ ખરડાઈ હતી. ગેરરીતિના આરોપોનો સામનો કર્યા પછી, એજન્સીએ માત્ર મોટા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું, સૂત્રોનુ માનીએ તો NCB એજન્સી નવી નીતિ લાવે તેવી શક્યતા છે, જેમાં ડ્રગ્સની નાની માત્રાની રિકવરી સંબંધિત માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવશે.