Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનાયા કપૂર તેના ડેબ્યૂ રેમ્પ વોક માટે ખુબ ખરાબ રીતે થઈ ટ્રોલ, નેટીઝને કહ્યું ”શું તું જીજી હદીદની કોપી કરવા માંગે છે?”

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાને કોમેન્ટ બોક્સમાં લખ્યું, "વાહ બેલા હદીદ."જ્યારે, "બેબી ગર્લ," અનન્યા પાંડેએ ઉમેર્યું હતું. અમે તમને જણાવી દઈએ કે સુહાના, શનાયા અને અનન્યા બાળપણના મિત્રો છે.

શનાયા કપૂર તેના ડેબ્યૂ રેમ્પ વોક માટે ખુબ ખરાબ રીતે થઈ ટ્રોલ, નેટીઝને કહ્યું ''શું તું જીજી હદીદની કોપી કરવા માંગે છે?''
Shanaya Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 11:37 PM

બોલીવુડ ફરીથી એક સ્ટારકિડને આવકારવા માટે તૈયાર છે. જી હા, અમે વાત કરી રહયા છીએ 90’s ના કલાકાર સંજય કપૂરની (Sanjay Kapoor) દીકરી શનાયા કપૂરની (Shanaya Kapoor), તેણી હાલમાં બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ ‘બેધડક’ સાથે મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. પરંતુ આ પૂર્વે સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે સ્ટાર-સ્ટડેડ લેક્મે ફેશન શોમાં રેમ્પ ડેબ્યુ કર્યું હતું. શનાયાએ જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) શો માટે ફિલ્મ ‘ગહેરાઈયાં’ના અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) સાથે શોસ્ટોપર બની હતી. જો કે, અમુક નેટિઝન્સને આ વાત જરા પણ પસંદ આવી નથી.

અમે તમને જણાવી દઈએ કે સ્ટારકિડ શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યુ ‘બેધડક’ સાથે મોટા પડદા પર આવે તે પહેલાં સંજય કપૂરની આ પુત્રીએ  તાકેટરમાં સ્ટાર-સ્ટડેડ લેક્મે ફેશન શોમાં તેનું ભવ્ય રેમ્પ ડેબ્યૂ રજૂ કર્યું હતું. શનાયા ફિલ્મ ‘ગહેરાઈયાં’ના અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે બોલીવુડના સેલેબ્સ ફેવરિટ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ફેશન શો માટે શોસ્ટોપર બની હતી. શનાયાના આ શાનદાર રેમ્પ ડેબ્યુના દરેક સ્ટાર્સે ખુબ જ વખાણ કર્યા હતા. તેની આ રેમ્પ વોક સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

અત્રે ઉલ્લેખનીય છે કે શનાયાએ તેના ડેબ્યુ રેમ્પ વોક માટે કટ-આઉટ વિગતો અને સિક્વિન-વર્ક સાથે બોડીફીટેડ સ્પાર્કલ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો, જેમાં બ્લુ પર્પલ અને સ્કાઈ બ્લ્યુ કલરનું શાનદાર મિક્સિંગ હતું. જ્યારે સિદ્ધાંતે ગ્રાફિક  ડિઝાઈન દર્શાવતો લાંબો કોટ રેમ્પ પર ફ્લોન્ટ કર્યો હતો, જેમાં બ્લેક અને પર્પલ કલરનું શાનદાર મેચિંગ ધરાવતું પેન્ટ હતું.

શનાયા કપૂરનું ડેબ્યુ રેમ્પ વોક થયું છે ખુબ જ વાયરલ 

અમે તમને જણાવી દઈએ કે સ્ટારકિડ શનાયાએ તેણીના ઈન્સ્ટાગ્રામ પર આ ડેબ્યુ રેમ્પ વોકને લઈને અનેક તસવીરો શેર કરી હતી. જે અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. તેણીના મિત્રો, ચાહકો અને ફિલ્મ સમુદાયના સભ્યોએ આ પોસ્ટને લાઈક્સ અને ટિપ્પણીઓથી છલકાવી દીધી હતી. જેમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાને કોમેન્ટ બોક્સમાં લખ્યું, “વાહ બેલા હદીદ.”જયારે, “બેબી ગર્લ,” અનન્યા પાંડેએ ઉમેર્યું હતું. અમે તમને જણાવી દઈએ કે સુહાના, શનાયા અને અનન્યા બાળપણના મિત્રો છે.

શનાયા કપૂરને લોકોએ આ રેમ્પ વોકમાતે કરી ખુબ જ ટ્રોલ 

કેટલાક યુઝર્સ શનાયાના આ વોકને ‘ડક વૉકિંગ’ કહે છે, જ્યારે કેટલાક લોકોએ કીધું કે, ”હજુ તારે ઘણું શીખવાની જરૂર છે.” એક યુઝરે લખ્યું, ”શું તું જીજી હદીદ બનવાની ફ્લોપ કોશિશ કરે છે??”. બીજા યુઝરે લખ્યું કે, “અત્યાર સુધીમાં જોવામાં આવેલું સૌથી ખરાબ વોક,” એક યુઝરે ​​લખ્યું છે કે “તમે કેવી રીતે ચાલી રહ્યા છો તેનો તમને ખ્યાલ નથી,” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ”તારે કરણ જોહર નહીં, પરંતુ સુષ્મિતા સેન પાસેથી ટ્રેઇનિંગ લેવાની જરૂર છે.” એક વ્યક્તિએ લખ્યું કે, ”આ વોકમાં એવું તો શું સારું છે??”

અમે તમને જણાવી દઈએ કે, શનાયાની આગામી ફિલ્મ ‘બેધડક’ કરણ જોહર દ્વારા રજૂ કરવામાં આવી છે અને શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ, જેના દ્વારા અભિનેતા લક્ષ્ય અને ગુરફતેહ પીરઝાદાની પણ બૉલીવુડમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ એ રોમકોમ જેનરમાં પ્રણય ત્રિકોણની વાર્તાને દર્શાવશે.

આ પણ વાંચો – Karan Johar એ શનાયા કપૂરને લૉન્ચ કરી, આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે

g clip-path="url(#clip0_868_265)">