Aryan Khan Drug Case : ગૌરી ખાન પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલ જશે

|

Oct 25, 2021 | 12:39 PM

ગૌરી આર્યન માટે ખૂબ જ ચિંતિત છે, જે બાદ તે પુત્રને મળવા જઈ રહી છે. ગયા અઠવાડિયે શાહરૂખ ખાન પણ જેલમાં પોતાના પુત્રને મળવા આવ્યો છે. આર્યન ખાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટે તેની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.

Aryan Khan Drug Case : ગૌરી ખાન પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલ જશે
Aryan Khan-Gauri Khan

Follow us on

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. ડ્રગ્સ કેસમાં પકડાયેલ આર્યન હાલ આર્થર રોડ જેલમાં છે. તાજેતરમાં જ શાહરુખ ખાન દીકરાને મળવા જેલમાં ગયો હતો. શાહરૂખ બાદ હવે ગૌરી ખાન (Gauri Khan) તેના પુત્ર આર્યનને મળવા જઈ રહી છે.

ગૌરી આર્યન માટે ખૂબ જ ચિંતિત છે, જે બાદ તે પુત્રને મળવા જઈ રહી છે. ગયા અઠવાડિયે શાહરૂખ ખાન પણ જેલમાં પોતાના પુત્રને મળવા આવ્યો છે. આર્યન ખાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટે તેની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.

ઇન્ટરકોમ દ્વારા થઈ વાતચીત
શાહરૂખ ખાન 21 ઓક્ટોબરે આર્યનને મળવા આર્થર રોડ જેલમાં ગયો હતો. જ્યાં તેણે આર્યન સાથે 16-18 મિનિટ સુધી વાત કરી. વાતચીત દરમિયાન શાહરૂખ અને આર્યન વચ્ચે કાચની દિવાલ હતી. આ સાથે જેલના અધિકારીઓ પણ હાજર હતા. બંનેએ ઇન્ટરકોમ દ્વારા વાત કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જામીન અરજી ફગાવી દેવામાં આવી છે
NCB દ્વારા ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. NCB એ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. તેમજ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આર્યનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે તેના વકીલે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

તમને જણાવી દઈએ કે ડ્રગ્સના કેસમાં ફસાયેલા આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. ચેટમાં બંને ડ્રગ્સ વિશે વાત કરતા જોવા મળે છે. જે બાદ NCB અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drug Case) બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ફરીથી પૂછપરછ કરવા જઈ રહ્યું છે.

મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં અનન્યાની બે વખત પૂછપરછ થઈ ચૂકી છે પરંતુ એનસીબીએ તેને ત્રીજી વખત ફરીથી સમન્સ પાઠવ્યું છે. એનસીબીનો દાવો છે કે તેમને અનન્યા અને આર્યન વચ્ચે ડ્રગ્સ ખરીદવા સંબંધિત વાતચીતના પુરાવા મળ્યા છે. બીજી તરફ આ કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સાઈલના ખુલાસા બાદ NCBના ઝોનલ ડાયરેક્ટરે મુંબઈના પોલીસ કમિશનરને પત્ર લખીને રક્ષણની માંગણી કરી છે.

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે શુક્રવારે એનસીબી ઓફિસ પહોંચી હતી. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ચાર કલાક સુધી જવાબ આપવામાં આવ્યા હતા. તે પહેલા ગુરુવારે પણ અનન્યાની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનન્યાએ NCB ને કહ્યું છે કે તેણે ક્યારેય કોઈ નશોનું સેવન કર્યું નથી.

 

આ પણ વાંચો : Jammu Kashmir: ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતનો આજે છેલ્લો દિવસ, શ્રીનગરમાં ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ

આ પણ વાંચો : T20 World Cup માં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ વિદ્યાર્થીઓ આમને-સામને, યુપી-બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો

Next Article