Drugs Case : આર્યનની ધરપકડથી શાહરૂખ ખાનના કામ પર અસર પડી, BYJU’S એ તમામ જાહેરાતો બંધ કરી દીધી

|

Oct 09, 2021 | 3:42 PM

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેની અસર અભિનેતાના કામ પર પડવા લાગી છે.

Drugs Case : આર્યનની ધરપકડથી શાહરૂખ ખાનના કામ પર અસર પડી, BYJUS એ તમામ જાહેરાતો બંધ કરી દીધી
આર્યનની ધરપકડથી શાહરૂખ ખાનના કામ પર અસર પડી

Follow us on

Drugs Case : શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આર્યન હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.

ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ તેના પિતા શાહરુખ (Shahrukh Khan)ને અસર કરી રહી છે. શાહરુખના કામ પર અસર પડી રહી છે અને તેને મોટો ઝટકો મળ્યો છે. શાહરુખ ખાન લર્નિંગ એપ BYJU’Sના બ્રાન્ડ એમ્બેસેડર છે. આર્યન (Aryan Khan)ની ધરપકડ બાદ શાહરૂખ (Shahrukh Khan)ની BYJU’Sએ તમામ જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. શાહરુખની પ્રી-બુકિંગ જાહેરાતની રિલીઝ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ કારણે નિર્ણય લેવામાં આવ્યો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આર્યન ખાન(Aryan Khan)ની ધરપકડ બાદ શાહરુખ ખાન સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રોલ થઈ રહ્યો હતો. જે બાદ લોકોએ BYJU’S ને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ એપ પરથી યુઝર્સ સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછી રહ્યા હતા, ત્યારબાદ BYJU’Sએ શાહરૂખ ખાનની જાહેરાત બંધ કરવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ(Shahrukh Khan)ની સ્પોન્સરશિપ ડીલ્સમાં BYJU’S સૌથી મોટી બ્રાન્ડ હતી. શાહરુખ ખાનને આ બ્રાન્ડને સમર્થન આપવા માટે વાર્ષિક 3-4 કરોડ રૂપિયા મળે છે. તેઓ 2017 થી આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ સિવાય, તે ICICI બેંક, રિલાયન્સ જિયો, LG, દુબઈ ટુરિઝમ, હ્યુન્ડાઈ જેવી 40 જેટલી કંપનીઓને સમર્થન આપી રહ્યો છે.

આર્યન ખાન જેલમાં રહેશે

કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન(Aryan Khan)ને 14 ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. શુક્રવારે તેમની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. હવે આર્યનને મુંબઈની આર્થર જેલમાં ખસેડવામાં આવ્યો છે. તે 3-5 દિવસ પહેલા ક્વોરેન્ટાઇન સેલમાં રહેશે. જો કોઈ નવો આરોપી જેલમાં આવે છે, તો તેને પહેલા ક્વોરન્ટાઈન સેલમાં રાખવામાં આવે છે. જોકે આર્યનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

શાહરૂખ ખાન(Shahrukh Khan)ની ફિલ્મ પઠાણનું શૂટિંગ પણ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. શાહરૂખ અને દીપિકા ફિલ્મના શૂટિંગ માટે સ્પેન જવાના હતા, પરંતુ ડ્રગના કેસના કારણે આ શૂટિંગ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મનું એક ગીત સ્પેનમાં શૂટ કરવાનું હતું.

આ પણ વાંચો : Lakhimpur Kheri Violence: પોલીસ આ 4 મુદ્દાઓ પર આશિષ મિશ્રાની પૂછપરછ કરશે, જાણો 315 બોરની બંદૂકનો મામલો શું છે

Next Article