Anushka Sharmaનો બદલ્યો અંદાજ, એક સુંદર ફોટો શેર કરતાં તેમણે પોતાને કહ્યું ‘લાઈટ કૈચર’

અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જાન્યુઆરીમાં તેમના પહેલા બાળકના માતાપિતા બન્યા હતા. ગર્ભાવસ્થા પહેલા અથવા ગર્ભાવસ્થા દરમિયાન અનુષ્કાએ બંને તબક્કામાં પોતાને ખૂબ મેઈન્ટેન રાખી હતી.

Anushka Sharmaનો બદલ્યો અંદાજ, એક સુંદર ફોટો શેર કરતાં તેમણે પોતાને કહ્યું 'લાઈટ કૈચર'
Anushka Sharma
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 14, 2021 | 4:48 PM

અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જાન્યુઆરીમાં તેમના પહેલા બાળકના માતાપિતા બન્યા હતા. ગર્ભાવસ્થા પહેલા અથવા ગર્ભાવસ્થા દરમિયાન અનુષ્કાએ બંને તબક્કામાં પોતાને ખૂબ મેઈન્ટેન રાખી હતી. માતા બન્યા પછી પણ અનુષ્કા ખૂબ જ ફીટ અને ફાઈન છે. તેમણે તેમનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હળવા રંગના ડેનિમ આઉટફિટમાં સજ્જ અનુષ્કા એવી જગ્યાએ બેઠેલી જોવા મળી છે, જ્યાં સૂર્યપ્રકાશ પડી રહ્યો છે. ડાર્ક બેકગ્રાઉન્ડવાળા આ ફોટોમાં અનુષ્કાના ચહેરા પર એક અલગ લુક જોઈ શકાય છે. આ ફોટો શેર કરતી વખતે અનુષ્કાએ લખ્યું- ‘લાઈટ કૈચર’ યાની રોશની કો પકડને વાલા. ચાહકોએ પણ અભિનેત્રીની જોરદાર પ્રશંસા કરી છે. કેટલાકે હાર્ટ ઈમોજી પોસ્ટ કરી અને કેટલાક ફાયર ઈમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. તે જ સમયે, કેટલાક યુઝરે ‘ઓસમ’, ‘બ્યુટીફુલ’, ‘બેસ્ટ મધર’ જેવા કોમ્પ્લીમેન્ટસ પણ આપ્યા છે.

વિરાટે અનુષ્કા સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે

અભિનેત્રીની આ શૈલી ચાહકો સહિત બધાને ઘણા સમય પછી જોવા મળી રહી છે. તાજેતરમાં વિરાટ કોહલીએ અનુષ્કા સાથે એક રોમાંચક ફોટો શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ફોટામાં તેઓ અનુષ્કાના કપાળ પર કિસ કરી રહ્યાં છે. તે સુંદર ફોટામાં બંનેની કેમિસ્ટ્રી ખૂબ સરસ લાગે છે અને તેમની જોરદાર બોન્ડિંગ પણ જોઈ શકાય છે.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

NH10 ફિલ્મને ગેમ ચેન્જર માને છે અનુષ્કા

તાજેતરમાં જ અનુષ્કાની ફિલ્મ NH10ને 6 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે અભિનેત્રીએ એક ખાસ પોસ્ટ શેર કરી. અભિનેત્રીએ કહ્યું હતું કે તે NH10 વિના તેમની કારકિર્દી વિશે વિચારી પણ નહીં શકે. તે આ ફિલ્મને પોતાના માટે જ ભાગ્યશાળી નહીં પણ ગેમ-ચેન્જર તરીકે પણ માને છે. અનુષ્કા છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ પછી તેમણે ફિલ્મોથી અંતર કર્યું હતું. જો કે તેમના પ્રોડક્શન હાઉસનું કામ ચાલુ રહ્યું અને તેમણે બુલબુલ, પાતાલ લોક જેવા હિટ પ્રોજેક્ટ્સ પ્રોડ્યુસ કર્યા છે.

આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોની ડેબ્યુથી લઈને અત્યાર સુધીના લુકને લઈને સતત રહ્યો છે ચર્ચામાં, જુઓ અવનવા લુકની તસ્વીર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">