Ankita Lokhandeએ પવિત્ર રિશ્તા 2 વિશે ટ્રોલ કરવા વાળાને આપ્યો યોગ્ય જવાબ, કહ્યું- મને ખરાબ નથી લાગતું

અંકિતા લોખંડે (Ankita Lokhande) સિરિયલ પવિત્ર રિશ્તા 2 (Pavitra Rishta 2)થી ટીવી જગતમાં પરત ફરવા જઈ રહી છે. આ શોમાં તેમની સાથે શાહીર શેખ જોવા મળશે.

Ankita Lokhandeએ પવિત્ર રિશ્તા 2 વિશે ટ્રોલ કરવા વાળાને આપ્યો યોગ્ય જવાબ, કહ્યું- મને ખરાબ નથી લાગતું
Ankita Lokhande
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 11:51 PM

અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande)એ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત પવિત્ર રિશ્તા સિરિયલથી કરી હતી. તેના પહેલા શોથી જ અંકિતાએ ઘરે ઘરે પોતાની ઓળખ બનાવી હતી. આ શોમાં અંકિતા સાથે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે આ શોની સિઝન 2 આવવાની છે.

પવિત્ર રિશ્તામાં અંકિતા લોખંડે અર્ચના અને સુશાંત માનવની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ બંનેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ શો દરમિયાન તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પરંતુ વર્ષ 2016માં બંને અલગ થઈ ગયા હતા. સુશાંતના મૃત્યુ બાદ અંકિતાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટ્રોલર્સને આપ્યો જવાબ

સુશાંતના મૃત્યુ બાદથી અંકિતાને તેના ચાહકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા રહે છે. અંકિતાએ હવે સુશાંતના મૃત્યુ પછી થતી ટ્રોલિંગ પર ખુલીને વાત કરી છે. અંકિતાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ખબર નથી કે મેં શું ખોટું કર્યું છે.

જે લોકો મને ટ્રોલ કરી રહ્યા છે મને તે વિશે કોઈ ખ્યાલ નથી અને ઈટ્સ ઓકે. મને લાગે છે કે લોકો પાસે પોતાનો અવાજ છે. મારું એકાઉન્ટ ઓપન છે જેના કારણે લોકો કંઈપણ લખી શકે છે પણ તમને તે વ્યકિતની જર્ની વિશે ખબર નથી હોતી જેના વિશે તમે વાત કરી રહ્યા છો.

અંકિતાએ આગળ કહ્યું- જો કેટલાક લોકો મને પસંદ નથી કરતા તો વાંધો નથી અને ચાહકોને તેમની પોસ્ટ પર કમેન્ટ કરતા પહેલા વિચારવાનું કહ્યું. બોયકોટ પવિત્ર રિશ્તા 2ના ટ્રેન્ડ પર અંકિતાએ કહ્યું કે તે લોકો સાથે સહાનુભૂતિ રાખે છે કારણ કે તે સુશાંતના સાચા ચાહક છે અને તે તેના માટે લડી રહ્યા છે, તેથી મને ખરાબ નથી લાગતું જ્યારે તે કહે છે કે શો ફ્લોપ જશે. કારણ કે તે તેમની વિચારવાની ક્ષમતા અને સુશાંત માટે પ્રેમ છે.

તમને જણાવી દઈએ કે માનવ અને અર્ચનની વાર્તા ફરી એકવાર આવવા જઈ રહી છે. પવિત્ર રિશ્તા 2 OTT પ્લેટફોર્મનું પ્રીમિયર થવાનું છે. આ શો 15 સપ્ટેમ્બરથી ઝી5 પર પ્રિમિયર થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો :- ખત્મ થયું સસ્પેન્સ, કરીના નહીં પણ Kangana Ranaut બનશે ‘માતા સીતા’, સોશિયલ મીડિયામાં કહ્યુ- જય શ્રી રામ

આ પણ વાંચો :- Chhori First Look :ભયાનક અવતારમાં જોવા મળી નુસરત ભરૂચા, રિલીઝ થયું ‘છોરી’ નું પહેલું મોશન પોસ્ટર, જુઓ

g clip-path="url(#clip0_868_265)">