Mumbai : દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ અનિલ કપૂરનું ઘર, આજે પુત્રી રિયા લગ્નના તાંતણે બંધાશે

|

Aug 14, 2021 | 1:23 PM

અનિલ કપૂરની નાની પુત્રી રિયા (Rhea Kapoor)આજે તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્નનાં બંધનમાં બંધાશે,ત્યારે દિકરીના લગ્ન પ્રસંગે અનિલ કપૂરના ઘરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે,બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની બહેન રિયા કપૂર અભિનયથી દૂર છે.

Mumbai :  દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ અનિલ કપૂરનું ઘર, આજે પુત્રી રિયા લગ્નના તાંતણે બંધાશે
Rhea Kapoor (File Photo)

Follow us on

Mumbai:  બોલીવુડ અભિનેતા અનિલ કપૂરની(Anil Kapoor)  નાની પુત્રી અને સોનમ કપૂરની બહેન, રિયા કપુર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે,રિયા તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે આજે 14 ઓગસ્ટના રોજ પ્રભુતામાં પગલા માંડશે. ત્યારે તાજેતરમાં જ કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં અનિલ કપુરના ઘરને લગ્ન માટે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

રિયા અને કરણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યારે આજે આ દંપતિ લગ્નના તાંતણે બંધાશે,જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે તેવા અહેવાલો મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અનિલ કપૂરના ઘરને શણગારવામાં આવ્યુ

અનિલ કપૂરના ઘરની બહારની તસવીરો હાલ સામે આવી છે, જેમાં ઘરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે,હવે લગ્નની વિધિઓ થોડા દિવસો સુધી ચાલશે. જોકે, કપૂર પરિવાર (Kapoor Family) દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જો કે, ઘરની સજાવટથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે રિયા કપૂરના (Rhea Kapoor wedding) લગ્ન ઘરેથી જ થશે. ઉપરાંત રિયાના લગ્ન માટે અનિલ કપૂરનું ઘર પણ ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. શણગારેલા ઘરોના ફોટા હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે.

 

 

સોનમ કપૂરે બંનેના સંબંધો પર મારી હતી મહોર 

સોનમ કપૂરે લગભગ 3 વર્ષ પહેલા બંનેના સંબંધો પર મહોર મારી હતી. પોતાની ફિલ્મના પ્રમોશન(Movie promotion)  દરમિયાન સોનમે કહ્યું હતું કે, રિયા કરણને 13 વર્ષથી ડેટ કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે, 2013 માં કરણ (Karan Bulani) અને રિયા લગ્ન કરવાના હતા, ઉપરાંત એ સમયે સોનમના લગ્ન થયા નહોતા. ત્યારે મીડિયા અહેવાલો અનુસાર, કરણ અને રિયાના લગ્ન માટે ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક કારણોસર તે પછી બંને ફરીથી લગ્ન કરી શક્યા નહીં.

 

આ પણ વાંચો: Entertainment Top 5 News : રાજ કુન્દ્રા કેસમાં SIT ની રચના, ભોજપુરી અભિનેત્રીનો MMS લીક, વાંચો મનોરંજનના મહત્વના સમાચાર

આ પણ વાંચો:  Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?

Next Article