અનન્યા પાંડે વિજય દેવેરાકોન્ડા સાથે ‘લાઈગર’ ફિલ્મથી દક્ષિણ ભારતમાં ડેબ્યૂ કરશે
ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત લાઈગર ફિલ્મથી દક્ષિણ ભારતીય સિનેમામાં પ્રવેશ કરશે. લાઈગર બહુભાષીય ફિલ્મ છે, જે તેલુગુ તેમજ હિન્દી અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે.
કરણ જોહર લાઈગરને પ્રોડ્યુસ કરે છે તે આ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મ છે. ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત આ ફિલ્મથી દક્ષિણ ભારતીય સિનેમામાં પ્રવેશ કરશે. લાઈગર બહુભાષીય ફિલ્મ છે, જે તેલુગુ તેમજ હિન્દી અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે. લાઈગર એ આ વર્ષે આવી રહેલી દક્ષિણ ભારતીય ફિલ્મોમાંની એક છે, જે પૈન-ઈન્ડીયા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મના માધ્યમથી તેલુગુ સ્ટાર વિજય દેવરાકોંડા હિન્દી દર્શકો સુધી પહોંચશે, જ્યારે અનન્યા દક્ષિણ ભારતીય દર્શકોમાં પ્રવેશ કરશે.
અનન્યા શરૂઆતમાં લાઈગરને લઈને ગભરાઈ ગઈ હતી. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેમણે બે વર્ષ પહેલા હિન્દી ફિલ્મ ઉદ્યોગથી શરૂઆત કરી હતી અને હવે હું અન્ય ચાર ભાષા ઉદ્યોગમાં પ્રવેશ કરી રહ્યી છું. તે ચાર ગણી ગભરાટ સાથે ઉત્સાહિત કરવા વાળી ભાવના છે. અનન્યાએ કહ્યું કે ભારત વિવિધતાઓનો દેશ છે. ત્યાં અનેક પ્રકારની સંસ્કૃતિ છે. ત્યાં વિવિધ ભાષાઓ છે અને તે ઓટીટી પર તકો સાથે વિકસિત થઈ રહી છે. હવે કોઈ સીમા બાકી નથી. હું તેને વિવિધ ભાષાઓ અને લોકો સુધી પહોંચવાની એક શ્રેષ્ઠ તક માનું છું.
ફિલ્મનો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ થોડા દિવસ પહેલા રિલીઝ થઈ હતી. લાઈગર 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં આવશે. અનન્યા આના શિવાય શકુન બત્રાની ફિલ્મમાં પણ જોવા મળશે, જેમાં તે દીપિકા પાદુકોણ અને સિદ્ધંત ચતુર્વેદી સાથે સ્ક્રીન શેર કરશે. અનન્યાએ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે ટાઇગર શ્રોફની વિરુદ્ધ હતી.