આલિયા ભટ્ટે બેસ્ટફ્રેન્ડ અનુષ્કા રંજનની સંગીત સેરેમનીમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો વાયરલ

|

Nov 20, 2021 | 11:08 PM

આલિયાએ ફ્રેન્ડ અનુષ્કાની સંગીતસેરેમનીમાં ખુબ ડાન્સ કરીને ધૂમ મચાવી. અનુષ્કા અને આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટ, વાણી કપૂર,અને અથિયા શેટ્ટી પણ સામેલ થઈ હતી.

આલિયા ભટ્ટે બેસ્ટફ્રેન્ડ અનુષ્કા રંજનની સંગીત સેરેમનીમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો વાયરલ
Alia Bhatt

Follow us on

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ(Alia Bhatt)ની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા રંજન (Anushka Ranjan) લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. અનુષ્કા બોલિવુડ અભિનેતા આદિત્ય સીલ (Aditya Seal)ની સાથે લગ્ન કરવા જઈ રહી છે. શુક્રવારે અનુષ્કા અને આદિત્યની સંગીત સેરેમની હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેમાં ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. આલિયાએ ફ્રેન્ડ અનુષ્કાની સંગીતસેરેમનીમાં ખુબ ડાન્સ કરીને ધૂમ મચાવી. અનુષ્કા અને આદિત્યની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટ, વાણી કપૂર,અને અથિયા શેટ્ટી પણ સામેલ થઈ હતી. સંગીત સેરેમનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આલિયા તમામ લોકોની સાથે પંજાબી ગીતો પર ડાન્સ કરતી નજરે આવી રહી છે.

 

 

 

આલિયાનો વીડિયો થયો વાયરલ

 

સંગીત સેરેમનીના એક વીડિયોમાં આલિયા ભટ્ટ દલેર મહેંદીના ગીત ડરદી રબ રબ કરદી પર ડાન્સ કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં આલિયાની સાથતે વાણી કપૂર અને આથિયા શેટ્ટી પણ સ્ટેપ મેચ કરતી નજરે આવી રહી છે. આલિયાએ પિંક કલરનો ડ્રેસ પહેરેલો છે.

 

અનુષ્કાએ બતાવી સંગીતની ઝલક

અનુષ્કા રંજન પોતાના લગ્નમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. તેમને સંગીત સેરેમનીની ઝલક ફેન્સને બતાવી હતી. જેમાં તે આલિયાની સાથે પોઝ આપતી નજર આવી રહી છે. એટલું જ નહીં આલિયાએ બ્રાઈડમેડ્સની સાથે લેમ્બોર્ગીની સોન્ગ પર ડાન્સ કર્યો.

 

તમને જણાવી દઈએ કે આકાંક્ષા રંજન અને આદિત્ય સીલ રવિવારે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. આલિયા હાલમાં પોતાની આવનારી ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમ કહાનીનું શૂટિંગ કરી રહી હતી. તે શૂટિંગને છોડીના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. આ ફિલ્મમાં આલિયાની સાથતે રણબીર સિંહ લીડ રોલમાં નજરે આવશે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટની પાસે ફિલ્મોની લાઈનો લાગી છે. તેમની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી આગામી વર્ષે રિલિઝ થવા જઈ રહી છે. તે સિવાય તે એસ.એસ.રાજામૌલીની આરઆરઆરમાં નજરે આવશે. આલિયા બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે બ્રહ્માસ્ત્રમાં પણ નજરે આવશે.

 

આ પણ વાંચો: Aryan Khan Case: આર્યન ખાનના જામીન ડિટેલ ઓર્ડર પર નવાબ મલિકનું ટ્વીટ, ‘વસૂલી કરવા માટે બનાવટી કેસ રચવામાં આવ્યો, તે સાબિત થઈ ગયું’

 

આ પણ વાંચો: Kangana Ranaut Controversy: કોંગ્રેસે કંગના રનૌત વિરુદ્ધ કરી ફરિયાદ, મહારાષ્ટ્રના અકોલામાં અભિનેત્રી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ

Next Article