AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: અક્ષય કુમારે કપિલ શર્માના કર્યા ચરણ સ્પર્શ, જાણો શા માટે અભિનેતાએ લીધા આશીર્વાદ

કપિલ શર્માએ અક્ષય કુમાર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટા પર ચાહકોની ઘણી રમુજી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

OMG: અક્ષય કુમારે કપિલ શર્માના કર્યા ચરણ સ્પર્શ, જાણો શા માટે અભિનેતાએ લીધા આશીર્વાદ
Akshay kumar take blessings from kapil sharma for his upcoming movie bell bottom
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 9:15 AM
Share

કપિલ શર્મા (Kapil Sharma) ટૂંક સમયમાં જ પોતાનો શો ધ કપિલ શર્મા (The Kapil Sharma Show) ફરી પાછો લઈને આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા કપિલે શોની જાહેરાત કરી હતી. આ વખતે કપિલના શોના પ્રથમ મહેમાન અન્ય કોઈ નહીં પરંતુ અક્ષય કુમાર (Akshay Kumar) છે. આ શનિવારે, કપિલે અક્ષય કુમાર સાથે શૂટિંગ કર્યું. અક્ષય પોતાની ફિલ્મ બેલ બોટમના (Bell Bottom) પ્રમોશન માટે શોમાં આવ્યા હતા.

કપિલે શૂટ દરમિયાનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે, ફોટો સાથે કપિલનું કેપ્શન ઘણું ફની છે છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે અક્ષય કપિલના પગને સ્પર્શ કરી રહ્યા છે. અક્ષય ટ્રેકસુટ અને કપિલ બ્લેક સ્વેટશર્ટ અને બ્લેક જીન્સ સાથે જોવા મળે છે.

ફોટો શેર કરવા સાથે કપિલે લખ્યું, ‘પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શ્રી અક્ષય કુમાર તેમની નવી ફિલ્મ બેલ બોટમ માટે આશીર્વાદ લઈ રહ્યા છે.’ કપિલની આ પોસ્ટ પર તમામ ચાહકો રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અક્ષય જ્યારે પણ કપિલના શોમાં જાય છે ત્યારે ખૂબ જ રમુજી વાતાવરણ સર્જાય છે. અક્ષય કુમાર પણ કપિલ શર્માની ગણી મજાક ઉડાવતા હોય છે. આ કારણે, ચાહકો રાહ જોઈ રહ્યા છે કે શોનો પહેલો એપિસોડ ક્યારે આવશે.

View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલની આ પોસ્ટ પર અક્ષય કુમાર શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. જોકે, અક્ષય એકમાત્ર સ્ટાર છે જે તેમના જવાબોથી કપિલનું મોઢું બંધ કરાવી દે છે.

કૃષ્ણે વિડીયો પણ શેર કર્યો છે

કૃષ્ણા અભિષેકે (Krushna Abhishek) શોના પહેલા દિવસના શૂટિંગનો વિડીયો પણ શેર કર્યો છે. આ દરમિયાન સુદેશ લેહરી (Sudesh Lehri) કૃષ્ણા સાથે જોવા મળ્યા. કૃષ્ણા કહે છે કે સુદેશ જીએ પહેલા દિવસે શું કર્યું છે! સુદેશજીએ પહેલા જ દિવસે એટલું જોરદાર પરફોર્મ કર્યું છે કે બધા જોતા રહી ગયા. મને સુદેશ જી પર ગર્વ છે.

આ પછી સુદેશ કહે છે કે મને ખૂબ સારું લાગે છે કે તમે મારા ખૂબ વખાણ કરી રહ્યા છો, તો કૃષ્ણ મજાકમાં કહે છે કે પ્રશંસા નહીં, હવે આમને મારી પાસેથી પૈસા લીધા છે, હવે મને લાગે છે સારું કામ કરીને તમે પાછા આપી શકશો. કૃષ્ણાની વાત સાંભળીને સુદેશ મોટેથી હસવા લાગે છે.

આ પણ વાંચો: અફેરના સમાચારો વચ્ચે કિયારાને બાહુપાશમાં ઉપાડીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કર્યો વિડીયો, જુઓ રોમેન્ટિક Video

આ પણ વાંચો: Bigg Boss OTT: આલીશાન ઘર, સુંદર બગીચો, આકર્ષક જીમ અને ગજબ બેડરૂમ, જુઓ આ વાયરલ તસ્વીરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">