Atrangi Re Trailer : ‘અતરંગી રે’ નું ટ્રેલર શેર કરતી વખતે અક્ષય કુમારે મોટી ભૂલ કરી દીધી હતી, જેના કારણે થયો ટ્રોલ

એક્ટર અક્ષય કુમારે ફિલ્મ અતરંગી રેનું ટ્રેલર શેર કરતી વખતે એક મોટી ભૂલ કરી હતી, જેના કારણે તે ટ્રોલ થઈ રહ્યો છે.

Atrangi Re Trailer : 'અતરંગી રે' નું ટ્રેલર શેર કરતી વખતે અક્ષય કુમારે મોટી ભૂલ કરી દીધી હતી, જેના કારણે  થયો ટ્રોલ
atrangi re trailer
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Nov 25, 2021 | 8:05 AM

Atrangi Re trailer: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ( Akshay Kumar) 24 નવેમ્બર 2021 ના ​​રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આગામી ફિલ્મ અતરંગી રેનું (Atrangi Re)  ટ્રેલર રિલીઝ કરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અક્ષય કુમારની આ ફિલ્મમાં સારા અલી ખાન અને ધનુષ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.

અતરંગી રે ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ તેમની દેશી વાર્તાઓ માટે જાણીતા છે. અતરંગી રેનું ટ્રેલર જોયા પછી ફેન્સ કહી રહ્યા છે કે આનંદ એલ રાય ફરી એક વખત તેમના રંગમાં જોવા મળી રહ્યા છે.

એક તરફ જ્યાં ફિલ્મ અતરંગી રેના ટ્રેલરે દર્શકોને ખુશ કરી દીધા છે તો બીજી તરફ આ ટ્રેલરના કારણે કલાકાર અક્ષય કુમારના ટોણા સાંભળવા પડ્યા છે. વાસ્તવમાં, જ્યારે અક્ષય કુમારે પહેલીવાર ટ્વિટર પર ફિલ્મ અતરંગી રેનું ટ્રેલર શેર કર્યું, ત્યારે તેણે આવી ભૂલ કરી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

પ્રથમ ટ્વિટમાં અક્ષય કુમારે તેના કો-સ્ટાર ધનુષ સિવાય બધાને ટેગ કર્યા. જ્યારે અક્ષય કુમારને આ ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તરત જ ટ્વીટ ડિલીટ કરી અને ટ્રેલર ફરીથી શેર કર્યું, જેમાં ધનુષને પણ ટેગ કરવામાં આવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં લોકોએ અક્ષય કુમારની આ ભૂલ પકડી લીધી અને તેનું ટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.

ફિલ્મ અતરંગી રેના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં તે તમામ મસાલા જોવા મળે છે, જેના માટે આનંદ એલ રાય જાણીતા છે. અતરંગી રેની વાર્તામાં રમૂજ, રોમાંસ, સારા ગીતો અને શાનદાર ગીતો છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ દર્શકો તેની રાહ જોઈ રહ્યા છે.

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને તમિલ સુપરસ્ટાર ધનુષની મચઅવેટેડ ફિલ્મ અતરંગી રેનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિનેત્રી સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મની વાર્તા જબરદસ્તી લગ્નની થીમ પર આધારિત છે. જ્યાં સારા અલી ખાનના પાત્ર સાથે એક તમિલ છોકરાને બળજબરીથી પરણાવી દેવામાં આવે છે.

આ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. જ્યારે ફિલ્મમાં અક્ષય કુમારની એન્ટ્રી થઈ છે. આ વાર્તા લવ ટ્રાઇંગલ પર આધારિત છે. ફિલ્મના નિર્દેશક અને ફિલ્મ નિર્માતા આનંદ એલ રાય છે. આ ફિલ્મ ક્રિસમસના પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ બરાબર 24 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો : Vicky Kaushal-Katrina Kaif wedding : વિક્કી કૌશલ-કેટરીના કૈફે લગ્નમાં આ વસ્તુ પર લગાડી દીધો છે સખ્ત પ્રતિબંધ

આ પણ વાંચો : સલમાન ખાને ફેમિલી ફોટો શેર કરીને પિતા સલીમ ખાનને 86માં જન્મદિવસની આપી શુભેચ્છા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati