AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્નની શાહી અને મ્યુઝીકલ કંકોત્રીની આ મધુર ધૂન તમને મંત્રમુગ્ધ કરી દેશે, જુઓ VIDEO

દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ અને ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.  બુધવાર સાંજે આ કંકોત્રીનો વીડિયો સામે આવ્યો જેમાં આ કંકોત્રીને ખોલીને તેની ખાસિયતો દેખાડવામાં આવી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન અને અન્ય મંગળ કાર્યોની જોડાયેલા કાર્ડ લાલ રંગના […]

મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્નની શાહી અને મ્યુઝીકલ કંકોત્રીની આ મધુર ધૂન તમને મંત્રમુગ્ધ કરી દેશે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 5:10 AM

દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ અને ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. 

બુધવાર સાંજે આ કંકોત્રીનો વીડિયો સામે આવ્યો જેમાં આ કંકોત્રીને ખોલીને તેની ખાસિયતો દેખાડવામાં આવી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન અને અન્ય મંગળ કાર્યોની જોડાયેલા કાર્ડ લાલ રંગના ડબ્બામાં હતા જેને ખોલતા જ વાંસળીનો મધુર અવાજ સાંભળવા મળે છે.

લગ્નની કંકોત્રીના ડબ્બા પર સૌથી ઉપર ભગવાન રાધા-કૃષ્ણનો મનમોહક ફોટો જોવા મળે છે. તો ડબ્બાની અંદરથી અન્ય ઘણાં કાર્ડ નીકળ્યા. તેના પર રાધા-કૃષ્ણ સિવાય ભગવાન ગણેશનો ફોટો, સમારોહની જાણકારીની સાથે આકાશના માતા નીતા અને મુકેશ અંબાણીનો ખાસ સંદેશ પણ લખેલો છે.

કહેવાઈ રહ્યું છે કે આ એક શાહી-મ્યુઝિકલ કંકોત્રીની કિંમત રૂપિયા 1 લાખથી દોઢ લાખ જેટલી છે.

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ શ્લોકા મહેતા સાથે છે. અંબાણી પરિવાર તેને લઈને જોરદાર તૈયારીઓ કરી રહ્યો છે. આ પહેલા, સોમવાર, 11 ફેબ્રુઆરીએ આકાશના માતા-પિતાએ તેના લગ્નનું કાર્ડ આપવા મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા.

જુઓ VIDEO: 

https://dai.ly/x72dujz

વિવિધ રિપોર્ટ્સ પ્રમાણે, આકાશના લગ્નનો કાર્યક્રમ 3 દિવસ સુધી જિયો વર્લ્ડ સેન્ટરમાં ચાલશે. જાન બપોરે 3.30 કલાકે જિયો સેન્ટરથી નીકળશે, જ્યારે 10 માર્ચે આકાશ-શ્લોકાના લગ્નની ઉજવણી કરાશે. 11 માર્ચના રોજ રિસેપ્શન યોજાશે.

કહેવાઈ રહ્યું છે કે કાર્યક્રમમાં નજીકના પરિવારજનો જ ભાગ લેશે. તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લગ્ન પહેલા આકાશ વિદેશમાં મિત્રોને બેચલર્સ પાર્ટી આપશે. આ કાર્યક્રમ સ્વિઝરલેન્ડમાં 23-25 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ શકે છે.

કોણ છે શ્લોકા?

આકાશ અને શ્લોકા નાનપણના મિત્રો છે. બંને ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યા છે. શ્લોકા દેશના હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની દીકરી છે. આ બંને પરિવારો પહેલેથી જ એકબીજાને જાણે છે. ખાસ વાત તો એ છે કે મહેતા પરિવાર પણ અંબાણી પરિવારની જેમ મૂળરૂપે ગુજરાતથી સંબંધ ધરાવે છે.

[yop_poll id=1397]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">