AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valimai પોસ્ટપોન થયા પછી, અજિત કુમાર તેની આગામી ફિલ્મ ‘AK 61’નું શૂટિંગ શરૂ કરશે

અજિત કુમાર (Ajith Kumar) ફરીથી બોની કપૂર અને એચ વિનોદ સાથે આગામી ફિલ્મ 'એકે 61'માં કામ કરશે. રિપોર્ટ્સ અનુસાર, તેનું શૂટિંગ માર્ચ 2022માં શરૂ થશે.

Valimai પોસ્ટપોન થયા પછી, અજિત કુમાર તેની આગામી ફિલ્મ 'AK 61'નું શૂટિંગ શરૂ કરશે
Ajith Kumar
| Updated on: Jan 09, 2022 | 12:48 PM
Share

સાઉથના સુપરસ્ટાર અજિત કુમારની ફિલ્મ ‘વાલીમાઈ'(Valimai) રિલીઝ થવાની તૈયારીમાં હતી. તેનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ કોવિડ (Covid)ને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવી પડી હતી. આ પહેલી ફિલ્મ નથી, જેની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ પણ મોકૂફ રાખવામાં આવી હતી.

એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ શરૂ

સમાચાર આવી રહ્યા છે કે રિલીઝ ડેટ મોકૂફ થયા બાદ અજિત તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ (Thriller movie)નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને ફ્લોર પર લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. હવે થિયેટર બધે બંધ થઈ રહ્યા છે. ફિલ્મોની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો માટે આગળ વધવું સારું છે.

કોવિડ તેના હાથમાં નથી, પરંતુ તેના આગામી પ્રોજેક્ટ ચોક્કસપણે તેના હાથમાં છે. રિલીઝ ડેટ મોકૂફ થવાને કારણે અજીતના ફેન્સ નિરાશ થયા હતા, પરંતુ હવે તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે. અજિત ટૂંક સમયમાં તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ફ્લોર પર લાવી શકે છે. તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. મેકર્સ આ સમયનો ફાયદો ઉઠાવવાના વિચારમાં છે.

અજિત ફરીથી બોની કપૂર સાથે કામ કરશે

એક અહેવાલ મુજબ અજીત ફરીથી બોની કપૂર અને એચ વિનોદ સાથે આગામી ફિલ્મ ‘AK 61’માં કામ કરશે. રિપોર્ટ્સ અનુસાર તેનું શૂટિંગ માર્ચ 2022માં શરૂ થશે. તેનું શૂટિંગ શેડ્યુલ 7 મહિના માટે રાખવામાં આવશે, જેમાં અલગ-અલગ લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. નિર્દેશક વિનોદે આ ફિલ્મ માટે અજીતને પહેલાથી જ ફાઈનલ કરી દીધો હતો. હવે તેના શૂટ સાથે સંબંધિત સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. આ ફિલ્મમાં અજીત એકદમ અલગ અવતારમાં જોવા મળશે.

‘AK61’માં નેગેટિવ પાત્ર ભજવી શકે છે

અહેવાલો અનુસાર અભિનેતા અજીત આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવતો જોવા મળશે. આ પહેલા તેણે ઘણી ફિલ્મોમાં નેગેટિવ પાત્રો ભજવ્યા છે. તેણે બિલ્લા, વરાલરુ, વાલી જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા હતા. અજિત ‘વલીમા’ના ટ્રેલરમાં જોરદાર એક્શન કરતો જોવા મળ્યો હતો.

તેની આ એક્શન સિક્વન્સ પર ઘણી મહેનત જોવા મળી હતી. તેણે મેકિંગ વીડિયો પણ શેર કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું હતું કે અજિત રિયલ સ્ટંટ કરતી વખતે ઘાયલ થયો હતો. જ્યારે અજિતના ચાહકો વલીમાઈ રિલીઝ ન થવાથી નિરાશ છે, ત્યારે તેઓ તેની નવી એક્શન થ્રિલર માટે પણ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : Happy Birthday: શરદ મલ્હોત્રા 8 વર્ષ સુધી આ એક્ટ્રેસ સાથે હતો રિલેશનશિપમાં, જાણો શા માટે થયુ હતુ બ્રેકઅપ ?

g clip-path="url(#clip0_868_265)">