અજય દેવગને લગ્ન માટે કેએલ રાહુલ-આથિયા શેટ્ટીને આપી શુભેચ્છા, સુનિલ શેટ્ટી માટે કહી આ વાત

|

Jan 23, 2023 | 7:09 PM

આજે લગ્નમાં હાજરી આપવા ભારતીય ક્રિકેટરો સહિત અનેક મહેમાનો ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ પહોંચી રહ્યા છે. તે બધા વચ્ચે લગ્ન પહેલા અજય દેવગને આથિયા શેટ્ટી અને  કે એલ રાહુલને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે.

અજય દેવગને લગ્ન માટે કેએલ રાહુલ-આથિયા શેટ્ટીને આપી શુભેચ્છા, સુનિલ શેટ્ટી માટે કહી આ વાત
Ajay Devgn
Image Credit source: File photo

Follow us on

ભારતના વધુ એક ફેમસ સેલેબ્રિટી કપલ આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટીની દીકરી અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલ આજે હંમેશા માટે એક થવા જઈ રહ્યાં છે. જણાવી દઈએ કે અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આજે તમને લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં થઈ રહ્યાં છે.

અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલમાં લગભગ 100 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગઈ કાલે સંગીત સેરેમની પૂર્ણ થયા બાદ આજે લગ્નમાં હાજરી આપવા ભારતીય ક્રિકેટરો સહિત અનેક મહેમાનો ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ પહોંચી રહ્યા છે. તે બધા વચ્ચે લગ્ન પહેલા અજય દેવગને આથિયા શેટ્ટી અને  કે એલ રાહુલને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે અને તેના મિત્ર સુનિલ શેટ્ટી માટે સ્પેશિયલ શૂટઆઉટ પણ કર્યું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અજય દેવગનની ટ્વિટ

 

સંગીત સેરેમનીનો વીડિયો થયો વાયરલ

 

22 જાન્યુઆરીની રાત્રે બંનેના લગ્નનું સંગીત હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સુનીલ શેટ્ટીનું શણગારેલું ઘર જોવા મળી રહ્યું છે, જેમાં ગીતો ખૂબ જોરથી વગાડવામાં આવી રહ્યા છે. ‘અભી તો પાર્ટી શરુ હુઈ હૈ’ જેવા ગીતોનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. ચાહકો હવે આ કપલના લગ્નના ફોટો જોવા આતુર છે.

સુનિલ શેટ્ટીનો વાયરલ વીડિયો

 

ફાર્મ હાઉસથી દૂર ઉભા રહી રિપોર્ટિંગ કરતા કેટલાક મીડિયાકર્મીને મળવા માટે સુનીલ શેટ્ટી પહોંચ્યા હતા. સુનીલ શેટ્ટીએ શરુઆતમાં તમામનો હાથ જોડીને આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ કાલે એટલે કે સોમવારે 23 જાન્યુઆરીના રોજ તમારી સામે લઈને આવશે. સુનીલ શેટ્ટીના એ નિવદેનથી સ્પષ્ટ છે કે, કેએલ રાહુલ અને આથિયાના લગ્ન આજે પૂર્ણ થશે.

ખંડાલા સ્થિત ફાર્મ હાઉસનો વીડિયો

 

આ વીડિયો સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસનો છે, જ્યાં લગ્નનો મંડપ જોવા મળી રહ્યો છે. આ મંડપમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી સાત ફેરા લેવાના છે. આ વીડિયો ઘણા દૂરથી લેવામાં આવ્યો છે, તેથી સ્પષ્ટ ઝલક હજુ સામે આવી નથી. પરંતુ ફાર્મહાઉસને જોઈને અંદાજ લગાવી શકાય છે કે લગ્નની તૈયારીઓ કેટલા જોરશોરથી ચાલી રહી હતી.

Next Article