AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાએ કેટવોકમાં મોટી અભિનેત્રીઓને પણ છોડી પાછળ, જુઓ Viral Video

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) પુત્રી આરાધ્યા એ એક બાયબોર્ન સ્ટાર છે. હાલમાં આરાધ્યાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.

ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાએ કેટવોકમાં મોટી અભિનેત્રીઓને પણ છોડી પાછળ, જુઓ Viral Video
Aaradhya Bachchan With Her Parents (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 11:45 PM
Share

બોલિવૂડ સ્ટાર્સ (Bollywood) ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) દીકરી આરાધ્યા બચ્ચન બાળપણથી જ સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે. ફેશન, લુક અને સ્ટાઈલની બાબતમાં આરાધ્યા મોટાભાગે તેની માતા ઐશ્વર્યા રાય પર ગઈ છે. આ સાબિત કરે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. તાજેતરમાં તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેમ્પ વોક કરતી વખતે આરાધ્યાનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન તેની મોટાભાગની ઈવેન્ટમાં દીકરી આરાધ્યા બચ્ચનને સાથે લઇ જાય છે.

કાન્સમાં આરાધ્યાએ બેકસ્ટેજ પર કરી છે ફૂલ મસ્તી

View this post on Instagram

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

અમે તમને જણાવી દઈએ કે આ આરાધ્યા બચ્ચનનો નવો વીડિયો નથી, પરંતુ ઘણો જૂનો વીડિયો છે. જ્યારે માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે આરાધ્યા બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. ત્યારે આરાધ્યાએ કાન્સ સેરેમનીના બેકસ્ટેજ પર ખૂબ જ મસ્તી કરી છે. જે આ BTS વીડિયો જોયા બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે.

આરાધ્યાની દરેક એક્ટિવિટી ખૂબ વાયરલ થાય છે

આરાધ્યા બચ્ચનની સોશિયલ મીડિયા પર તસવીરો જોઈએ તો ક્યારેક તેણી સ્કૂલ એક્ટિવિટી કરતી હોય છે તો ક્યારેક માતા-પિતા સાથે સ્પોટ થતી હોય છે. આરાધ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેટવોક કરતી જોવા મળી રહી છે. આરાધ્યાનું આ શાનદાર કેટવોક જોઈને તમે કહી શકો છો કે તે અનેક સુપર મોડેલ્સને પાછળ છોડી રહી છે. આ વીડિયોમાં આરાધ્યા પિંક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ચાહકોએ અનેક ટિપ્પણી કરી છે

આરાધ્યા બચ્ચનના આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તે તેના વખાણ કરવાનું બંધ કરી શકતા નથી. એક યુઝરે લખ્યું છે કે, ‘શું વાત છે, ઐશ્વર્યા રાય કરતા પણ મોટી સ્ટાર બનશે.’ બીજા ફેને લખ્યું છે કે ‘કોની પૌત્રી છે.’ ત્રીજા યુઝરે લખ્યું છે કે ‘બોલીવુડની તમામ અભિનેત્રીઓ કરતા સારું કેટવોક કરી રહી છે.’ આરાધ્યાના આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો નિહાળી ચુક્યા છે.

આ પણ વાંચો – સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં શહનાઝ ગીલની થઈ છે એન્ટ્રી, આવતા વર્ષે ફિલ્મ થશે રિલીઝ

g clip-path="url(#clip0_868_265)">