દાદાની જેમ આરાધ્યાનું હિન્દી પણ છે શાનદાર, કવિતા સંભળાવીને સૌ કોઈનું દિલ જીતી લીધું જુઓ Video

|

Mar 14, 2022 | 1:59 PM

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી Aaradhya bachchan લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તેની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

દાદાની જેમ આરાધ્યાનું હિન્દી પણ છે શાનદાર, કવિતા સંભળાવીને સૌ કોઈનું દિલ જીતી લીધું જુઓ Video
Amitabh Bachchan AND Aaradhya bachchan
Image Credit source: File Photo

Follow us on

Aaradhya bachchan: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બિગ બી અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાઓ આજે પણ લોકોને પસંદ છે. અમિતાભ પણ આ કવિતાઓ વારંવાર ગાઈને પિતાને માન આપતા રહે છે. અમિતાભ પોતે હિન્દી ભાષા (Hindi language) પર ખૂબ જ સારી કમાન્ડ ધરાવે છે, પરંતુ આ વખતે તેમની પૌત્રી આરાધ્યા બચ્ચને ( Aaradhya bachchan) પોતાની હિન્દીથી લોકોના દિલ જીતી લીધા છે. આરાધ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે હિન્દી કવિતાની કેટલીક પંક્તિઓ સંભળાવતી જોવા મળી રહી છે.

વીડિયોમાં આરાધ્યા તેના શાળાના કાર્યક્રમમાં કવિતાની કેટલીક પંક્તિઓ સંભળાવે છે અને પછી કહે છે કે જો તમારે કોઈપણ ભાષા સરળતાથી શીખવી હોય તો કવિતા દ્વારા શીખો. આરાધ્યા મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

આ વીડિયો આરાધ્યાના ફેન પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે. તેણે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો છે. વીડિયોમાં આરાધ્યા કહે છે કે, પ્રાઈમરીના બાળકો સુંદર કવિતાઓ રજૂ કરવાના છે.

યુઝર્સની કોમેન્ટ પર અભિષેકની પ્રતિક્રિયા

આરાધ્યાનો આ વીડિયો સામે આવતા જ યુઝર્સે સોશિયલ મીડિયા પર તેના પર કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું ‘પરંપરા કાયમ છે’, જ્યારે બીજા યુઝરે કહ્યું કે ‘તેમનો અવાજ બિગ બી જેટલો જ પાવરફુલ છે.’ બીજાએ કહ્યું કે તેને તેના પરિવાર પાસેથી આ શીખવા મળ્યું. અભિષેક બચ્ચને આના પર પ્રતિક્રિયા આપી છે અને હાથ જોડીને એક ઇમોજી શેયર કરી છે.

તાજેતરમાં અભિષેક બચ્ચને પણ અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમલ રાશિદ ખાનને જવાબ આપ્યો હતો, જ્યારે તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અભિષેકે ગયા મહિને મલયાલમ ફિલ્મ વાશી માટે કેટલીક પ્રશંસા ટ્વિટ કરી હતી અને KRKએ તેના પર કટાક્ષ કર્યો હતો, “ભાઈ કભી આપ બૉલીવુડ વાલે ભી કોઈ અવિશ્વસનીય ફિલ્મ બન્ના દેના.” ત્યારબાદ અભિષેક બચ્ચને તેનો વળતો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : Farmer Protest: આજે મળશે યુનાઇટેડ કિસાન મોરચા, કહ્યું એમએસપી માટે સરકાર પર દબાણ બનાવવા માટે રોડમેપ તૈયાર કરશે

આ પણ વાંચો : Uttarakhand: કારમી હાર બાદ કોંગ્રેસમાં શીતયુદ્ધ, હરીશ રાવતે ચૂંટણી લડવાના મુદ્દે રાજ્ય પ્રભારી પ્રીતમ સિંહ પર ઉઠાવ્યા સવાલ

Next Article