સ્ટારડમ ચડ્યુ માથે! ફેમિલી મેન 2ની સક્સેસ બાદ મનોજ બાજપેયીએ માંગી મસમોટી રકમ, જાણો

સ્ટારડમ ચડ્યુ માથે! ફેમિલી મેન 2ની સક્સેસ બાદ મનોજ બાજપેયીએ માંગી મસમોટી રકમ, જાણો
મનોજ બાજપેયી

મનોજનું માનવું છે કે ફેમિલી મેન શો અત્યાર સુધીનો સૌથી પોપ્યુલર શો બની ગયો છે. તેમજ શો સૌથી વધુ વખત જોવામાં આવનાર શો પણ બની ગયો છે. જેના કારણે તેઓ હવે વધુ ફીના હકદાર છે.

Gautam Prajapati

|

Jun 12, 2021 | 12:26 PM

આજ કાલ શ્રીકાંત તિવારી એટલે કે ફેમિલી મેન 2 ના મનોજ બાજપેયી ખુબ ચર્ચામાં છે. ફેમિલી મેનની આ બીજી સિઝન છે જે સતત દર્શકોના દિલ જીતી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર ખુબ વખાણ કરી રહ્યા છે. ઉપરાંત તેના મિમ્સ પણ ઘણા બનાવી રહ્યા છે. એમેઝોન પ્રાઈમ પર આવેલી આ વિડીયો સિરીઝ ફરી એક વાર સુપર હીટ સાબિત થઇ છે. સિરીઝની સફળતા તમે એ વાતથી લગાવી શકો કે મનોજ બાજપેયીએ હવે પોતાની ફી વધારવાનો નિર્ણય લીધો છે.

આગામી સિઝન માટે વધારી ફી

જી હા એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર આગળની વેબ સિરીઝ એટલે કે ફેમિલી મેન 2 માટે મનોજ બાજપેયીએ પોતાની ફી વધારી દીધી છે. અહેવાલનું માનીએ તો એક સૂત્ર દ્વારા જાણકારી મળી છે કે મનોજ બાજપેયી અત્યાર સુધી પ્રતિ એપિસોડ 2.25 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. જે હવે આગામી સિઝન માટે વધારીને 2.50 કરોડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રનું કહેવું છે કે ફેમિલી મેન 3 માટે મનોજે 2.25 કરોડથી વધારીને 2.50 કરોડ રૂપિયાની માંગ કરી છે.

મનોજનું માનવું છે કે આ શો અત્યાર સુધીનો સૌથી પોપ્યુલર શો બની ગયો છે. તેમજ શો સૌથી વધુ વખત જોવામાં આવનાર શો પણ બની ગયો છે. જેના કારણે તેઓ હવે વધુ ફીના હકદાર છે.

20.25 કરોડ કે 22.50 કરોડની માંગ

સૂત્રના જણાવ્યા અનુસાર “મનોજ લીડ અભિનેતા છે અને દર્શકો તેમના અભિનય પાછળ પાગલ છે. તેથી તેઓ વધુ ફી માંગી રહ્યા છે અને મેકર્સ અને મનોજ વચ્ચે વાતચીત ચાલી રહી છે.” અહેવાલ અનુસાર કહેવામાં આવ્યું છે કે મનોજ બાજપેયીએ કુલ 20.25 કરોડ કે 22.50 કરોડની માંગ કરી છે.

સિઝન 3ને લઈને તૈયારીઓ

વાત કરીએ આગામી સિઝનની તો અહેવાલ અનુસાર સૂત્રએ જણાવ્યું છે કે ફેમિલી મેન 3માં 9 એપિસોડ હશે. જેને લઈને મનોજ બાજપેયીએ કુલ 20.25 કરોડ કે 22.50 કરોડની માંગ કરી છે. જે અગાઉની સિઝનથી ખુબ વાચારે છે. પરંતુ તેઓ મહેનત પ્રમાણે ડિઝર્વ પણ કરે છે.

આ પણ વાંચો: Shocking: શું ખરેખર આ અભિનેત્રીએ લીધો આઘાતજનક નિર્ણય? એક્ટિંગ જગતને કહ્યું અલવિદા?

આ પણ વાંચો: ભાજપને હરાવવા માટેનું શું છે સિક્રેટ? પ્રશાંત કિશોરે શરદ પવારને કહી આ વાત, જાણો વિગત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati