Shocking: શું ખરેખર આ અભિનેત્રીએ લીધો આઘાતજનક નિર્ણય? એક્ટિંગ જગતને કહ્યું અલવિદા?

Shocking: શું ખરેખર આ અભિનેત્રીએ લીધો આઘાતજનક નિર્ણય? એક્ટિંગ જગતને કહ્યું અલવિદા?
અનીતા હસનંદાની

અભિનય છોડવાની વાતો વચ્ચે અનિતાએ આ બાબતને લઈને જાતે સ્પષ્ટતા કરી છે. અનિતાએ પોસ્ટ કરીને કહ્યું છે કે તે ખરેખર અભિનય છોડવાની છે કે નહીં.

Gautam Prajapati

|

Jun 12, 2021 | 11:53 AM

નાગિન ફેમ અભિનેત્રી અનિતા હસનંદાનીના ફેન્સ માટે ખુબ આઘાતના સમાચાર આવ્યા હતા. અહેવાલો અનુસાર અનિતાએ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો છે. અનિતા અત્યારે તેના પોતાના જીવનમાં વ્યસ્ત છે. દીકરા આરવ રેડ્ડીના જન્મ બાદ તેનું ધ્યાન દીકરા પર અને પરિવાર પર છે. આ કારણે અનિતાને લઈને સમાચાર આવ્યા હતા કે તેણે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું છે.

અનિતાએ એક ઈન્ટરવ્યું આપ્યું હતું જે બાદ એવા સમાચાર આવ્યા હતા કે અનિતા હવે અભિનય નહીં કરે. અને ફેન્સ પણ ખુબ નિરાસ થયા હતા. અનિતાએ આ બાબતને લઈને જાતે સ્પષ્ટતા કરી છે. અનિતાએ પોસ્ટ કરીને આ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે કે તે ખરેખર અભિનય છોડવાની છે કે નહીં?

શું કહ્યું ઇન્ટરવ્યુમાં?

અનિતાએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં નક્કી કર્યું હતું કે જ્યારે પણ મને બાળક થશે ત્યારે હું આ ઇન્ડસ્ટ્રી અને મારા કામને છોડી દઈશ. હવે હું ફક્ત મારા પુત્રની માતાની ફરજ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું. મહામારી ના હોત તો પણ હું આ કારણને લીધે ઇન્ડસ્ટ્રી છોડી દેત. હું મારા બાળક સાથે ઘરે રહેવા માંગુ છું. સાચું કહું તો હમણાં મારા મગજમાં કામનો કોઈ વિચાર નથી. મને ખબર નથી હોતી કે હું ક્યારે પાછી ફરીશ ‘તેના આ નિવેદન પછી મીડિયામાં સમાચાર આવ્યા કે અનિતાએ આ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે.

ટ્વીટ કરીને આપી જાણકારી

આ બાબતે અનિતાએ જાણકારી આપી છે, તેણે ટ્વીટમાં લખ્યું છે કે “દરેક જગ્યાએ વાત ચાલી રહી છે કે હું મારા પહેલા પ્રેમ એક્ટિંગને છોડી રહી છું. મેં આવું ક્યારેય નથી કહ્યું. મેં કહ્યું હતું કે અત્યારે મારું ધ્યાન મારા દીકરા પર છે. આરવ મારી પ્રાથમિકતા છે. જ્યારે હું તૈયાર થઇ જઈશ ત્યારે ફરી કામ પર પરત ફરીશ.

ફેન્સ થયા ખુશ

અનિતાના અભિનય છોડ્યાના અહેવાલોથી ફેન્સ ખુબ નાખુશ થયા હતા. પરંતુ હવે ફરીથી જ્યારે અનિતાએ સ્પષ્ટતા કરી છે ત્યારે ફેન્સ માટે ખુબ સારા સમાચાર છે. અને તેઓ પણ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યકત કરી રહ્યા છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati