દયાભાભી બાદ આ એકટ્રેસ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી ફાડી રહી છે છેડો

દયાભાભી બાદ આ એકટ્રેસ પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી ફાડી રહી છે છેડો

ઘણા દિવસોથી ટેલીવિઝનની પોપ્યુલર સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ફેન્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે.

 

સીરિયલમાં દયાબેન ના પાત્રને ભજવનારી દિશા વાકાંણીએ પહેલા જ સીરિયલને અલવિદા કરી ચુકી છે. હવે સમાચાર આવ્યા છે કે આ સીરિયલની એક જાણીતી એકટ્રેસએ સીરિયલ છોડી દીધી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ભિડે માસ્ટરની છોકરી સોનુંનું પાત્ર ભજવનારી નિધિ ભાનુશાલી આ સીરિયલ છોડી રહી છે. નિધિ તેના ભણવાના કારણે આ સીરિયલ છોડી રહી છે. નિધિ હાલમાં મુંબઈની મિથિબાઈ કોલેજમાં ગ્રેજયુએશનનો અભ્યાસ કરી રહી છે. નિધિ ભણવામાં ખુબ હોંશિયાર છે. નિધિ હવે તેનું બધું જ ધ્યાન તેના ભણવામાં આપવા માંગે છે.

આ સમાચાર પછી હવે આ સીરિયલના નિર્માતા નિધિને આરામ આપવાના મૂડમાં છે. નિર્માતા ઈચ્છે છે કે નિધિ શૂટીંગ માટે ઓછો સમય આપી ભણવા પર સારી રીતે ધ્યાન આપે. નિધિ તેના નિર્ણય પર અડગ છે.ત્યારબાદ હવે મેર્કસ એક એપિસોડની તૈયારીમાં છે જેમાંથી તે નિધિના પાત્રને વિદાય આપી શકે. સીરિયલમાં નિધિ તેના પાત્રને ખુબ સારી રીતે નિભાવે છે. તેની એકટિંગ દર્શકોને ખુબ ગમે છે. આ સીરિયલમાં સોનુંનું પાત્ર નિધિના પહેલા ઝીલ મહેતા ભજવતી હતી. તેને પણ સીરિયલમાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું હતું. તેને પણ કોઈ કારણોસર આ સીરિયલને અલવિદા કહ્યું હતું.

[yop_poll id=1043]

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati