‘કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો’, શ્વેતા તિવારીએ તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને માગી માફી

|

Jan 29, 2022 | 1:05 PM

શ્વેતાએ તેના માફીના નિવેદનમાં કહ્યુ છે કે, આ નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યુ છે. જ્યારે તમે સંદર્ભ સમજશો, ત્યારે તમને ખબર પડશે કે ભગવાનનો અર્થ સૌરભ રાજ જૈનની લોકપ્રિય ભૂમિકા હતી.

કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો, શ્વેતા તિવારીએ તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને માગી માફી
Actress shweta tiwari (File Photo)

Follow us on

Shweta Tiwari Controversy : ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) એક સમયે પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હતી, પરંતુ આજકાલ તે પોતાના એક નિવેદનને કારણે લાઈમલાઈટમાં છે. ભોપાલમાં (Bhopal) એક કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી શ્વેતા તિવારીએ કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા નિવેદન બાદ હવે માફી માંગી છે. આ નિવેદન પર તેણે કહ્યુ છે કે, તે કોઈની લાગણી દુભાવવા માંગતી નહોતી. તેમણે વધુમાં કહ્યુ કે તે જાણતી નહોતી કે લોકો તેમની વાતને અન્ય કોઈ સંદર્ભમાં લેશે. આ સાથે તેણે નમ્રતાપૂર્વક બધાની માફી માંગી છે.

અભિનેત્રીએ માફી માંગીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો

તમને જણાવી દઈએ કે, હાલ શ્વેતા તિવારી ‘શો સ્ટોપર’ નામની વેબ સિરીઝમાં કામ કરી રહી છે, તે આ વેબ સિરીઝના પ્રમોશનના સિલસિલામાં ભોપાલ પહોંચી હતી. આ સિરીઝમાં તેની સાથે સૌરભ રાજ જૈન પણ હાજર હતો. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે.

જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો,જે બાદ લોકોએ શ્વેતા તિવારીના નિવેદનને ધાર્મિક લાગણીઓ સાથે જોડવાનું શરૂ થયું. મામલો એટલો વણસ્યો કે શ્વેતા ત્રિપાઠી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી, પરંતુ જ્યારે આ વાત શ્વેતાના ધ્યાનમાં આવી તો તેણે લોકોની માફી માંગીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શ્વેતાએ માફી માંગીને પોતાનો પક્ષ રાખ્યો

શ્વેતાએ તેના માફીના નિવેદનમાં કહ્યુ છે કે, આ નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યુ છે. જ્યારે તમે સંદર્ભ સમજશો, ત્યારે તમને ખબર પડશે કે ભગવાનનો અર્થ સૌરભ રાજ જૈનની લોકપ્રિય ભૂમિકા હતી. લોકો તેને માત્ર પાત્રના નામથી જ ઓળખે છે. મેં તેનો ઉપયોગ મીડિયાની સામે ઉદાહરણ તરીકે કર્યો હતો. આ સંપૂર્ણપણે ગેરસમજ છે. મારા જેવા ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય જાણી જોઈને આવું ન કરે.

શ્વેતા તિવારીએ તેની વેબ સિરીઝ ‘શો સ્ટોપર’માં અભિનેતા સૌરભ રાજ જૈનના સંદર્ભમાં વાત કરી હોવાનો દાવો કર્યો છે. તમને જણાવવું રહ્યુ કે, સૌરભ મહાભારત ટીવી સિરિયલમાં ભગવાન કૃષ્ણના રોલ માટે જાણીતો છે. લોકો મોટાભાગે તેને આ રોલના કારણે ઓળખે છે.

 

આ પણ વાંચો : Bigg Boss 15 : શહનાઝ ગિલ ગ્રાન્ડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને વિશેષ શ્રદ્ધાંજલિ આપશે, આવી છે ખાસ તૈયારી

Next Article