Prabhas ની મૂવીમાં સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી, Adipurush માં જોવા મળશે અભિનેતા!

|

May 17, 2021 | 6:33 PM

પ્રભાસની 'આદિપુરુષ' એક મેગા બજેટ ફિલ્મ છે, જેમાં તેમની વિરુદ્ધ ક્રિતી સેનન જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને સની સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Prabhas ની મૂવીમાં સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી, Adipurush માં જોવા મળશે અભિનેતા!
Sidharth Shukla (Adipurush)

Follow us on

બિગ બોસ 13 ના વિજેતા અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ની લોકપ્રિયતા રિયાલિટી શો પછી ખૂબ જ વધી છે. એક પછી એક કલાકારો પાસે નવા પ્રોજેક્ટ્સની હરીફાઈ લાગી છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ શુક્લાની ફિલ્મ ‘બ્રોકન બટ બ્યુટીફુલ 3 (Broken But Beautiful 3) ‘ નું ટ્રેલર રિલીઝ થયું છે, જેને અભિનેતાના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

સિદ્ધાર્થ શુક્લાના ચાહકો માટે હવે એક વધુ સારા સમાચાર છે. જેના કારણે એકવાર ફરી તેમની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર આવતા સમાચારો અનુસાર સિદ્ધાર્થ શુક્લાને સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) માં એક મહત્વપૂર્ણ પાત્રની ઓફર કરવામાં આવી છે. જો આ સમાચાર સાચા સાબિત થાય, તો ફિલ્મમાં સિદ્ધાર્થ સૈફ અલી ખાન (Saif Ali Khan) ના પુત્ર મેઘનાદની ભૂમિકામાં જોવા મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો કે, નિર્માતાઓ અથવા અભિનેતાઓ દ્વારા હજી સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમાચાર પછી સિદ્ધાર્થ શુક્લાના ચાહકો ખૂબ ખુશ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર #Adipurush ટ્રેન્ડ કરી રહ્યો છે.

આદિપુરુષમાં સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રીને લઈને અભિનેતાનાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકોને આશા છે કે ફિલ્મમાં સિદ્ધાર્થ નિશ્ચિતરૂપે ધમાલ મચાવતા જોવા મળશે. પોતાના પ્રિય સ્ટારને આ મોટી ફિલ્મમાં જોવા એ ચાહકો માટે કોઈ ટ્રીટ કરતા ઓછું નહીં હોય. સિદ્ધાર્થ શુક્લાના ચાહકો ઘણીવાર તેમને કોઈ મૂવીમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરતા રહે છે. આવી સ્થિતિમાં જો સિદ્ધાર્થ આદિપુરુષમાં જોવા મળે, તો તેમના માટે ખુશ કરી દેવા વાળુ હશે.

તમને જણાવી દઈએ કે, પ્રભાસની ‘આદિપુરુષ’ એક મેગા બજેટ ફિલ્મ છે, જેમાં તેમની સામે ક્રિતી સેનન જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને સની સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને નિર્માતા ભૂષણ કુમાર છે. ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડની આસ પાસ કહેવામાં આવી રહ્યું છે. વિશેષ વાત એ છે કે ‘આદિપુરુષ’ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ પાંચ ભાષાઓમાં રજૂ થશે.

 

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’ નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી

આ પણ વાંચો :- ‘ધ કપિલ શર્મા શો’ ની સુમોના ચક્રવર્તી વ્યકત કર્યું દર્દ- ‘બેરોજગાર છું ‘ 10 વર્ષથી આ રોગ સાથે સંઘર્ષ કરી રહી છું

Next Article