બાહુબલીના કટ્ટપ્પા એટલે કે એક્ટર સત્યરાજ હોસ્પિટલમાં થયા દાખલ, કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ

બાહુબલીના કટ્ટપ્પા એટલે કે એક્ટર સત્યરાજ હોસ્પિટલમાં થયા દાખલ, કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ
Actor Sathyaraj hospitalized due to corona

બાહુબલી ફિલ્મના કટપ્પા એટલે કે એક્ટર સત્યરાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તબિયત બગડવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 09, 2022 | 6:03 PM

દેશભરમાં કોરોનાના કેસ (Corona Cases In India) ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સરકાર અને બોલિવૂડ સ્ટાર્સ આના કારણે ચિંતિત છે. સમગ્ર દેશના સિનેમા જગતમાંથી ઘણા મોટા કલાકારો કોરોનાની ઝપેટમાં આવવાના સતત અહેવાલો આવી રહ્યા છે. આ સ્થિતિમાં થોડા સમય પહેલા ફિલ્મ ‘બાહુબલી’ના કટપ્પા અને સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્ગજ સત્યરાજ (Sathyaraj) કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે સમાચાર છે કે તેમની તબિયત વધુ બગડી છે.

તાજેતરમાં, જ્યારે એક શૂટિંગ દરમિયાન સત્યરાજ કોરોના સંક્રમિત થયા ત્યારે તે નોર્મલ હતા. રિપોર્ટ આવ્યા બાદ તે હોમ આઈસોલેશનમાં હતા. અહેવાલો અનુસાર, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે સત્યરાજને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા હળવા લક્ષણો અનુભવવાને કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તે કોરોના સંક્રમિત જણાયા હતા.

અહેવાલો અનુસાર, તેમની તબિયતમાં કોઈ સુધારો ન થવાને કારણે તેમને 7 જાન્યુઆરી, શુક્રવારે સાંજે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે સત્યરાજના સ્વાસ્થ્યને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમને કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સત્યરાજને તમિલ ફિલ્મોનો સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે 1978માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ફિલ્મ ‘બાહુબલી’માં કટપ્પાની ભૂમિકાએ તેમને દેશભરમાં લોકપ્રિય બનાવી દીધા. ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં એક્ટર સત્યરાજે દીપિકાના પિતા અને ડોનની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો –

શાહરુખ ખાનના બંગલાને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની જબલપુરથી ધરપકડ કરાઇ, મહારાષ્ટ્ર પોલીસને આપી હતી ધમકી

આ પણ વાંચો –

Celebrities Covid 19 Update: સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ સહિત આ સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આ પણ વાંચો –

લગ્નને એક મહિનો પૂરો થવા પર કેટરીના કૈફે શેર કરી સુંદર સેલ્ફી, વિકી કૌશલ માટે લખી દીધી આ વાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati