MS Dhoni અને કેસરી જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા અભિનેતા સંદિપ નાહરે કરી આત્મહત્યા
બોલિવુડમાંથી એક બાદ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હવે વધુ એક અભિનેતાએ દુનિયાને અલવિદા કહ્યું છે. એમ.એસ.ધોની, કેસરી જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી લીધી છે.

બોલિવુડમાંથી એક બાદ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હવે વધુ એક અભિનેતાએ દુનિયાને અલવિદા કહ્યું છે. એમ.એસ.ધોની, કેસરી જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી લીધી છે. એક્ટરે પોતાના ફેસબુક પેજ પર એક દુ:ખદ પોસ્ટ લખી છે. અભિનેતાના નિધનના સમાચારથી ફેન્સનું દિલ તુટી ગયું છે. અભિનેતાના નિધનની તપાસ પોલીસ કરી રહી છે.
અભિનેતાએ ફેસબુક પર સુસાઈડ નોટ પોસ્ટ કરી છે. અભિનેતા વીડિયોની સાથે સાથે પોસ્ટમાં લખ્યું કે હવે જીવવાની ઈચ્છા નથી થઈ રહી, જીવનમાં ઘણા સુખ-દુ:ખ જોયા છે. દરેક સમસ્યાને ફેસ કરી છે પણ આજે હું જે ટ્રોમાથી પસાર થઈ રહ્યો છે, તે સહન નથી થતું. મને ખબર છે કે સુસાઈડ કરવું કાયરતા છે, મારે પણ જીવવું હતું પણ એવું જીવન જીવવાનો પણ શું ફાયદો, જ્યાં સેલ્ફ રિસ્પેક્ટ ના હોય. મારી પત્ની કંચન શર્મા અને તેની માતા વુનૂ શર્મા જેઓ ના સમજ્યા, ન સમજવાનો પ્રયત્ન કર્યો. મારી પત્ની હાઈપર નેચરની છે અને તેની પર્સનાલિટી અને મારી અલગ છે, જે બિલકુલ પણ મેચ નથી થતી.
અભિનેતાએ વારંવાર પોતાની પોસ્ટમાં કહ્યું કે મારી પત્નીને કંઈ કહેવામાં ના આવે. તે બીમાર છે અને ઘણી વાતો પોતાની પત્નીને લઈને કહી છે. ત્યારે પોસ્ટમાં સાફ થઈ રહ્યું છે કે તે પરિવારના કલેહથી પરેશાન હતા. અભિનેતાએ પોતાની પત્નીના કારણે તેમને માનસિક રીતે ખુબ પરેશાન હતી અને જેના કારણે આ પગલું ઉઠાવ્યું છે. હવે જોવાનું એ છે કે સંદીપના નિધન બાદ પોલીસ તેમની પત્નીને કેવા પ્રકારના સવાલ કરે છે.
આ પણ વાંચો: બિહાર: પટનામાં ભૂકંપના ઝટકા, ગભરાઈને લોકો ઘરની બહાર આવી ગયા
