‘Bob Biswas’ને કારણે અભિષેક બચ્ચનને થયુ આ મોટુ નુક્સાન, અભિનેતાએ વ્યક્ત કર્યું પોતાનું દર્દ
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) તેની આગામી ફિલ્મ 'બોબ બિશ્વાસ'ને લઈને ચર્ચામાં છે. અભિનેતાએ તાજેતરમાં કહ્યું હતું કે 'બોબ બિશ્વાસ'ના પાત્રને કારણે મારૂ ઘણું નુક્સાન થયું છે.
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ (Bob Biswas)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘બોબ બિસ્વાસ’ ZEE5 પર 3 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષની પુત્રી દિયા અન્નપૂર્ણા ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે અને ચિત્રાંગદા સિંહ તેની પત્નીનો રોલ કરી રહી છે.
સુજોય ઘોષની ફિલ્મ ‘કહાની’માં ‘બોબ બિશ્વાસ’ના પાત્રને રજૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. આ પાત્ર બંગાળી અભિનેતા શાશ્વત ચેટર્જીએ ભજવ્યું હતું. ફિલ્મમાં તે સેલ્સમેન અને LIC એજન્ટ તરીકે કામ કરે છે, જે પાછળથી હિટમેન બની જાય છે. આ ફિલ્મમાં બચ્ચન કોમામાં સરી પડે છે અને યાદશક્તિ ગુમાવી બેસે છે.
અભિષેકે કહ્યું- મારા ફોને ચહેરો ઓળખવાની ના પાડી
અભિષેક બચ્ચન અને ચિત્રાગંદા સિંહે મીડિયા સાથે ફિલ્મ અને તેમના પાત્રો વિશે વાત કરી. તેમણે કહ્યું કે સ્ક્રિપ્ટે તેમના પાત્રને પોતાનું બનાવવાની સ્વતંત્રતા આપી છે અને તેઓ તેને વિશ્વસનીય બનાવવા માગે છે. પોતાના ટ્રાન્સફોર્મેશન વિશે જણાવતા કહ્યું કે તેમનો ફોન ફેસને રેકોગ્નાઈઝ કરી શક્યો ન હતો. કારણ કે તેઓ લાંબા વાળ અને મેકઅપમાં બોબ બિસ્વાસના પાત્રમાં હતા.
અભિષેકે કહ્યું- ‘કહાની’ કરતાં બહેતર છે ‘બોબ બિશ્વાસ’
એક મીડિયા સાથે વાત કરતાં અભિષેક બચ્ચને કહ્યું કે મેં ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ‘કહાની’ જોઈ હતી. મેં લગભગ 80 ટકા શૂટિંગ પૂરું કર્યું, પછી લોકડાઉનને કારણે અમારે બ્રેક લેવો પડ્યો અને જ્યારે તે અડધુ થઈ ગયું ત્યારે મેં કહ્યું ઠીક છે. મને આ ફિલ્મ જોવા દો, તેણે કહ્યું, મને લાગે છે કે અમારી ફિલ્મ ‘કહાની’ કરતા સારી છે. પૂરા આદર સાથે તેની સુજોય કરતાં પુત્રી દિયા બેહતર છે.
અગાઉ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મ નિર્માતા સુજોય ઘોષે કહ્યું હતું કે અભિષેક ‘કહાની’માં પણ હતો. તેણે ખુલાસો કર્યો કે ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ વિદ્યા બાગચી અને બોબ બિસ્વાસના પાત્રો પર કેન્દ્રિત હતો, જો કે અભિષેક આ ફિલ્મ કરી શક્યો ન હોવાથી તેને પાછળથી બદલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બીટકોઈન અને ક્રીપ્ટોકરન્સી અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, બીટકોઈન ભારતમાં માન્ય થશે કે નહીં, જાણો અહી