આમિર ખાન હોલીવુડ અભિનેતા ટોમ હેન્ક્સ માટે અમેરિકામાં ‘લાલ સિંહ ચઢ્ઢા’નું કરશે સ્પેશિયલ સ્ક્રીનિંગ
ટોમ હેન્ક્સની (Tom Hanks) ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે. તેને કલ્ટ ફિલ્મોની ગણતરીમાં રાખવામાં આવી છે.
બૉલીવુડ એક્ટર આમિર ખાને (Aamir khan) તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની (Laal Singh Chaddha) જાહેરાત કરી ત્યારે તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી કારણ કે આ ફિલ્મને લઈને કહેવામાં આવ્યું હતું કે તે હોલીવુડની ‘કલ્ટ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેક છે.
કેટલાક લોકોએ કહ્યું કે આમિર ખાનને રીમેક કરવાની શું જરૂર છે, પરંતુ આમિર આ ફિલ્મની સ્ક્રીપ્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો, તેથી તેણે આ પાત્ર ભજવવાનું નક્કી કર્યું. અહેવાલ છે કે આમિર તેની ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ‘ફોરેસ્ટ ગમ્પ’ એક્ટર ટોમ હેન્ક્સને (Tom Hanks) સામેલ કરવાનું વિચારી રહ્યો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર આમિર ખાન અમેરિકામાં હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટોમ હેન્ક્સ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજી શકે છે. તેના કેટલાક સૂત્રોએ માહિતી આપી છે કે આમિર ખાન રિલીઝ પહેલા આ ફિલ્મ ટોમ હેન્કને બતાવવાની યોજના બનાવી રહ્યો છે. તે ઈચ્છે છે કે ટોમ હેન્ક્સ તેની આ ફિલ્મ જુએ અને તેના વિચારો શેર કરે. હાલમાં કોરોનાને કારણે ફિલ્મ સ્થગિત કરવામાં આવી છે
આમિર ખાન ઘણા વર્ષોથી આ ફિલ્મ પર કામ કરી રહ્યો છે
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું પાત્ર ટોમ હેંકથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં ભારતમાં બનેલા જુદા જુદા દાયકાઓની ઘટનાઓને એક સાથે બતાવવામાં આવશે. આમિર આ ફિલ્મ માટે ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો છે. તે છેલ્લે દંગલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જો કોરોના ન હોત તો આ ફિલ્મ જલ્દી જ દર્શકોની સામે આવી હોત પરંતુ આમિરના ફેન્સે હવે આ ફિલ્મ માટે રાહ જોવી પડશે.
ટોમ હેન્કને ‘ફોરેસ્ટ ગમ્પ’ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો
તમને જણાવી દઈએ કે ટોમ હેન્ક્સની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’, જે હિન્દી રિમેક છે. તેને કલ્ટ ફિલ્મોની ગણતરીમાં રાખવામાં આવી છે. આ માટે ટોમને એકેડેમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. તેણે ઓસ્કારમાં ધૂમ મચાવી નાખી હતી.
આ દેશી વર્ઝનમાં આમિરની સાથે કરીના કપૂર ખાન અને સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્ય પણ મુખ્ય ભૂમિકામાં છે. તે અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મનું શૂટિંગ દેશના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવ્યું છે. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી અને તેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Aadhaar Card: mAadhaar એપના ફીચર્સ જાણીને લાગશે નવાઈ, ગમે ત્યાં ગમે ત્યારે આધારકાર્ડના મહત્વપૂર્ણ કામ કરી શકો છો પુરા