આ 5 બોલીવુડના ચહેરાઓ હવે જોવા મળશે લોકસભામાં, જાણો કોણ ક્યાંથી બન્યાં છે સાંસદ!
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ટીએમસી પાર્ટીએ અભિનેતાઓને પણ ટિકીટ આપી છે. જેમાં વિજેતા થયેલાં પાંચ સિતારાઓ પહેલી વખત લોકસભામાં જોવા મળશે. 1. સની દેઓલ સની દેઓલને ભાજપે ગુરુદાસપુર ખાતેથી લોકસભાની ટિકીટ આપી હતી. જેમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડને હરાવીને પોતાની જગ્યા સંસદમાં બનાવી લીધી છે. આમ સની દેઓલ પ્રથમ વખત સંસદમાં […]
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ટીએમસી પાર્ટીએ અભિનેતાઓને પણ ટિકીટ આપી છે. જેમાં વિજેતા થયેલાં પાંચ સિતારાઓ પહેલી વખત લોકસભામાં જોવા મળશે.
1. સની દેઓલ
સની દેઓલને ભાજપે ગુરુદાસપુર ખાતેથી લોકસભાની ટિકીટ આપી હતી. જેમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડને હરાવીને પોતાની જગ્યા સંસદમાં બનાવી લીધી છે. આમ સની દેઓલ પ્રથમ વખત સંસદમાં જોવા મળશે.
2. સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ 2014ના વર્ષમાં અમેઠી બેઠકથી રાહુલ ગાંધીને ટક્કર આપી હતી પણ તેઓ જીતી શક્યા નહોતા. બાદમાં 2019માં તૈયારી સાથે તેઓ અમેઠીમાં લડ્યા હતા અને તેમાં જીત્યા છે. આમ સ્મૃતિ ઈરાની પણ પ્રથમ વખત લોકસભામાં જોવા મળશે.
3. રવિ કિશન
ભોજપુરી અભિનેતા રવિ કિશનને ભાજપે ગોરખપુરની સીટ પરથી ટિકીટ આપી હતી. જેમાં રવિ કિશને બહુમતથી જીત હાસલ કરી છે. સાઉથની ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોમાં રવિ કિશન પોતાની એક્ટીંગ માટે જાણીતા છે.
4. મિમી ચક્રવતી
લોકસભા ચૂંટણીમાં અભિનેતાઓમાં સૌથી વધારે ચર્ચા મિમી ચક્રવતીની થઈ રહી છે. તૃણમુલ કોંગ્રેસે જાદવપુરની સીટ પરથી મિમી ચક્રવતીને ટિકીટ આપી હતી અને તેઓએ પોતાની જીત નોંધાવી છે. તેમની બે ફિલ્મો આ વર્ષે આવનારી છે.
5. નુસરત જહાં
લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બશીરહાટની સીટ પરથી તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ બંગાળી એક્ટર નુસરત જહાંને ટિકીટ આપી હતી. તેઓ પણ વિજેતા થયા છે અને હવે પ્રથમ વખત લોકસભામાં જોવા મળશે.