AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફેમસ અભિનેતાના ઘરમાંથી રાઈફલની 30 ગોળી અને લાખના ઘરેણાની થઈ ચોરી

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લઈ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેના ઘરમાં ચોરી થઈ છે. જેમાં ચોર રાઈફલની ગોળીઓ અને લાખો રુપિયાના ઘરેણાં ચોરી કર્યા છે.આ સમગ્ર ઘટના અંગે પવન સિંહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી,

Breaking News : ફેમસ અભિનેતાના ઘરમાંથી રાઈફલની 30 ગોળી અને લાખના ઘરેણાની થઈ ચોરી
| Updated on: Jun 25, 2025 | 11:43 AM
Share

ભોજપુરી સિનેમાના દમદાર અભિનેતા પવન સિંહના ઘરેથી એક મોટી ચોરી થઈ છે. ચોરે ઘરની બારી તોડી એન્ટ્રી કરી હતી. આ દરમિયાન 15 લાખ રુપિયાના ઘરેણા અને રાઈફલમાંથી 30 ગોળી,આશરે 15 ,000રૂપિયા રોકડાની ચોરી થઈ છે.પોલીસના જણાવ્યા અનુસાર, ચોરો ગેસ કટર અથવા તીક્ષ્ણ હથિયારથી બારી કાપીને ઘરમાં પ્રવેશ્યા હતા.

પવન સિંહના સાસુ અને સસરા તે સમયે ઘરમાં હાજર હતા, જેઓ બાજુના રૂમમાં સૂતા હતા.સવારે ઉઠીને આ ચોરીની જાણ થઈ હતી.જ્યારે તેમણે જોયું તો રુમનો દરવાજો બંધ હતો અને બારી તુટેલી હતી.ચાહકો પવન સિંહને પાવર સ્ટાર તરીકે પણ ઓળખે છે.

પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની માહિતી મળતા જ નગર થાણા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે.પોલીસે કહ્યું જલ્દી ચોરીને અંજામ આપનાર ચોરની ધરપકડ કરવામાં આવશે.આ ઘટના આરા શહેરના ન્યૂ મારુતિ નગરમાં બની હતી. જોકે, આ અંગે પવન સિંહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ

આ સમગ્ર ઘટના અંગે પવન સિંહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને આ ઘટના વિશે માહિતી મળી છે અને તેઓ હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ ટૂંક સમયમાં આરા પહોંચી શકે છે. આ ઘટના બાદ ન્યૂ મારુતિ નગરના સ્થાનિક લોકો ડરી ગયા છે. લોકો કહે છે કે જ્યારે આવી ઘટના કોઈ સેલિબ્રિટીના ઘરે બની શકે છે, ત્યારે સામાન્ય માણસ કેટલો સુરક્ષિત છે? સ્થાનિક રહેવાસીઓએ પોલીસ વહીવટીતંત્ર પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી હતી.

પવન સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ બિહારના આરાહ નજીકના જોકાહરી ગામમાં થયો હતો. તેમણે અજિત સિંહ (તેમના કાકા) પાસેથી ગાવાનું શીખ્યા. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ એચ.એન.કે સ્કૂલ, આરાહમાંથી પૂર્ણ કર્યું. નાનપણથી જ તેમણે ગાવાનું શરૂ કર્યું હતું અને હવે તેમના ચાહકો તેમની અદ્ભુત સિંગગને કારણે તેમને ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પાવર સ્ટાર તરીકે ઓળખે છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
g clip-path="url(#clip0_868_265)">