પોપ્યુલર કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સરનું થયું નિધન, સોશિયલ મીડિયા હચમચી ગયું
પોપ્યુલર કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સરનું થયું નિધન, આ નિધનનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સરના 343K ફોલોવર્સ હતા.

પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર મિશા અગ્રવાલનું અવસાન થયું છે. આ ખબરે સોશિયલ મીડિયાને હચમચાવી દીધું છે અને ફેન્સ આ વાત પર વિશ્વાસ કરી શકે તેમ નથી. મિશાનું અવસાન થયું તેની જાણ તેના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવામાં આવી છે. એક સમય પર એમ લાગી રહ્યું હતું કે, મિશા અગ્રવાલ તેના ફેન્સ સાથે એક પ્રેન્ક કરી રહી છે પરંતુ મિશાના મિત્રો અને તેની બહેનની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોતાં એ સાબિત થઈ ગયું કે મિશાનું ખરેખરમાં નિધન થયું છે.
મિશાના જન્મદિવસને ફક્ત 2 દિવસ જ બાકી હતાને એવામાં આ સમાચાર બહાર આવ્યા છે. 25 એપ્રિલના રોજ મિશાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈમોશનલ પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં તેનું નિધન થઈ ગયું છે તેવી પુષ્ટિ કરવામાં આવી હતી. મિશા તેના કન્ટેન્ટ માટે ખૂબ જ જાણીતી હતી અને સોશિયલ મીડિયા પર પણ જાણીતો ચહેરો હતો. સોશિયલ મીડિયા પર મિશાના 343K ફોલોવર્સ હતા. મિશાના અવસાનના સમાચારથી તેના મિત્રો, પરિવારના સભ્યો અને ફેન્સ બધા જ આઘાતમાં છે.
View this post on Instagram
મિશાના નિધનની ખબર ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. તેની આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “અમે ભારે મનથી મિશા અગ્રવાલના અવસાનની દુ:ખદ ખબર શેર કરી રહ્યા છીએ. તમે લોકોએ મિશાને અને મિશાના કામને જે પ્રેમ અને સમર્થન આપ્યું તેના માટે તમારો આભાર.” જો કે, આ નિધનનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
