બંગાળમાં શાબ્દિક દંગલ: નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી આમને-સામને

બંગાળની ચૂંટણીમાં હવે રાજનીતિ એક હદ વટાવી ચૂકી છે. નંદીગ્રામમાં સુવેન્દુ અને મમતા આમને સામને આવી ગયા છે. અને શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.

  • tv9 webdesk37
  • Published On - 13:10 PM, 30 Mar 2021
બંગાળમાં શાબ્દિક દંગલ: નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી આમને-સામને
મમતા અને સુવેન્દુ આમને-સામને

પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણી 2021 (West Bengal Assembly Election 2021)ને લઈને જોરશોરથી પ્રચાર ચલાવી રહ્યા છે. સોમવારે ભાજપના નેતા અને નંદીગ્રામ મત વિસ્તારના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) મમતા બેનર્જી (Mamata Banerjee) પર હુમલો કર્યો હતો અને તેમના પર મુસ્લિમોને ખુશ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અધિકારીએ કહ્યું કે “‘બેગમ’ મમતા બેનર્જી તૃષ્ટિકરણ કરતા કરતા બંગાળને ‘મિની પાકિસ્તાન’ બનાવી દેશે.” ત્યારે મમતાએ સુવેન્દુ પર યુપી-બિહારના ગુંડાઓની મદદ લેવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે તે રોયલ બંગાળ ટાઇગર છે અને સિંહણની જેમ જ જવાબ આપશે.

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ કહ્યું, “‘મમતા બેનર્જીને’ ઈદ મુબારક ‘કહેવાની ટેવ છે. તેથી જ તેમણે હોળીની શુભેચ્છા પાઠવવાને બદલે, સૌને “હોળી મુબારક” કહ્યું. બેગમને મત ન આપો. જો તમે બેગમને મત આપશો તો આ (બંગાળ) મીની પાકિસ્તાન બની જશે. બેગમ સુફિયાન સિવાય કોઈને ઓળખતી નથી.” અધિકારીએ કહ્યું, “બેગમ અચાનક બદલાઈ ગઈ અને મંદિરોમાં જવા લાગી, કારણ કે તેને હારવાનો ડર છે.”

નંદીગ્રામમાં ચરસાચરસી

નંદીગ્રામમાં સુવેન્દુ અને મમતા સામસામે છે. સોમવારે જ્યારે બંનેએ એકબીજા પર વ્યક્તિગત હુમલાઓ શરુ કર્યા ત્યારે રાજકીય ગરમાઈ ગયું હતું. સુવેન્દુ અધિકારી જ્યારે હિન્દુ વોટ બેંક પર નજર રાખી રહ્યા છે, ત્યારે મમતા તેને એક છેતરપિંડી તરીકે વર્ણવી રહ્યા છે. અને કહી રહ્યા છે કે તેઓ યુપી અને બિહારના ગુંડાઓની મદદ લઈ રહ્યા છે. સુવેન્દુએ લોકોને યોગી આદિત્યનાથ સરકાર જેવી સિસ્ટમ બંગાળમાં લાવવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ઉત્તર પ્રદેશ બદલાઈ શકે છે, તો આપણે પણ બદલીશું.

મમતા પહેલા કારમાં, હવે હેલિકોપ્ટરમાં: અધિકારી

મમતા પર હુમલો કરતાં અધિકારીએ જણાવ્યું કે “તે કારનો ઉપયોગ રેલીઓ માટે કરતા હતા. હવે તે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. તે પહેલાં અજંતાના પગરખા પહેરતા હતા. હવે બ્રાન્ડેડ શૂઝ પહેરે છે. પહેલાં તે 400ની સાડી પહેરતા હતા અને હવે 6 હજારની સાડી પહેરે છે.” તેમણે કહ્યું કે તેમના પોતાનામાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેઓ હજી પણ તે જ પોશાક પહેરે છે જે તે 2004 માં પહેરતા હતા. તેમણે લોકોને ‘બેગમ’ અને ‘પુત્ર, ભાઈ-મિત્ર’ વચ્ચે કોઈ એકની પસંદગીની અપીલ કરી.

મમતાનો પલટવાર

મમતા બેનર્જીએ સોમવારે નંદીગ્રામમાં સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું, “તેણે (સુવેન્દુ) મારા પર હુમલો કર્યો. નંદીગ્રામના કોઈ પણ વ્યક્તિએ મારા પર હુમલો કર્યો નથી, પરંતુ તમે યુપી-બિહારથી ગુંડાઓ લઇ આવ્યા. અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની ઇચ્છા રાખીએ છીએ. જો તેઓ આવે તો મહિલાઓએ તેમને વાસણોથી માર મારવો જોઈએ.” મમતાએ કહ્યું, ‘જે લોકો સંસ્કૃતિને ચાહતા નથી, તેઓ અહીં રાજકારણ કરી શકતા નથી. નંદીગ્રામ ગુંડાગીરી જોઈ રહ્યું છે.

સિંહણની જેમ જવાબ આપીશ: મમતા

મમતાએ વધુમાં કહ્યું કે “અમે બિરૂલિયામાં બેઠક કરી, ટીએમસીની કચેરી તોડી પાડવામાં આવી. તે (સુવેન્દુ) જે ઇચ્છે છે તે કરી રહ્યા છે. હું આ રમત પણ રમી શકું છું. હું પણ સિંહણની જેમ જવાબ આપીશ. હું રોયલ બંગાળ ટાઇગર છું.