Uttar Pradesh Assembly Election: મુરાદાબાદમાં ઔવેસીની આબરૂના ધજાગરા, AIMIMના પ્રમુખને હોટેલે ન આપ્યો રૂમ

TV9 GUJARATI

|

Updated on: Jan 05, 2022 | 9:39 PM

ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે મતવિસ્તારમાં એક રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ હોટેલ ડ્રાઈવ ઈન 24એ રૂમની પરવાનગી નકારી દેવામાં આવી હતી.

Uttar Pradesh Assembly Election: મુરાદાબાદમાં ઔવેસીની આબરૂના ધજાગરા, AIMIMના પ્રમુખને હોટેલે ન આપ્યો રૂમ
Asaduddin Owaisi (File Photo)

Follow us on

Uttar Pradesh Assembly Election: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ને મુરાદાબાદ (Muradabd)ની એક હોટલ દ્વારા રહેવાની ના પાડી દેવામાં આવી હતી. ચૂંટણી પહેલા AIMIMના કાર્યકરો અને તેમના સમર્થકો હોટલમાં રૂમ બુક કરાવવા ગયા હતા, પરંતુ હોટલના માલિકે તેમને રૂમ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે મતવિસ્તારમાં એક રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ હોટેલ ડ્રાઈવ ઈન 24એ રૂમની પરવાનગી નકારી દેવામાં આવી હતી. હોટેલ મેનેજમેન્ટે ઓવૈસીના સમર્થકોને કહ્યું કે તમામ રૂમ પહેલાથી જ બુક છે અને તેથી તે રૂમ ફાળવી શકે તેમ નથી. AIMIMના પ્રદેશ અધ્યક્ષે હોટલના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી.

તેણે આરોપ લગાવ્યો કે હોટલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે તેને રૂમ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે હોટલનું કહેવું છે કે ઓવૈસી સિવાય દરેક માટે રૂમ ઉપલબ્ધ છે.

AIMIMએ વ્યક્ત કરી હતી નારાજગી

હોટલના આ નિર્ણયથી રાજકીય ગરમાવો વધી ગયો છે. AIMIM કાર્યકર્તાઓએ કહ્યું કે ઓવૈસીની રેલીઓમાં ઘણી ભીડ એકઠી થઈ રહી છે. સરકાર તેમના મજબૂત સમર્થનના ડરથી રાજ્યમાં ઓવૈસીની રેલીને મંદ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મુદ્દે શાસક પક્ષે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

AIMIMના રાજ્ય એકમના વડાએ પાર્ટીના વડા સાથે અપમાનજનક વર્તન પર સખત નારાજગી વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો કે હોટલ મેનેજમેન્ટ યુપી પોલીસ (UP Police)ના ઈશારે કામ કરી રહ્યું છે. તેણે દાવો કર્યો કે હોટેલ વ્યવસાયીઓએ તેમને કહ્યું કે હોટલમાં અન્ય કોઈ માટે રૂમ ઉપલબ્ધ છે, પરંતુ તેઓ ઓવૈસીને રૂમ આપી શક્યા નહીં. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે SSP સાથે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે કોઈપણ પ્રકારના પ્રતિબંધનો ઈન્કાર કર્યો, પરંતુ કહ્યું કે સુરક્ષાના દૃષ્ટિકોણથી આ અંગે અગાઉ માહિતી આપવી જોઈતી હતી.

ઓવૈસીએ ભાજપ પર સાધ્યું નિશાન

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ ભારતીય બંધારણ અને સાંપ્રદાયિક સૌહાર્દની ગરિમાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુરાદાબાદમાં એક સભાને સંબોધતા ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર ધર્મના નામે નફરત ફેલાવનારા લોકોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: PM મોદીની સુરક્ષામાં બેદરકારી સહન નહીં, કોંગ્રેસના નેતાઓએ માફી માંગવી જોઈએઃ અમિત શાહ

આ પણ વાંચો: PMની સુરક્ષામાં ખામી: કેપ્ટન અમરિંદરે પંજાબના CM અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું, જાખરે કહ્યું- આજે જે થયું તે સ્વીકાર્ય નથી

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati