UP Elections 2022: કોંગ્રેસે ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, યૂપીના પૂર્વ પ્રમુખ રાજ બબ્બરનું નામ યાદીમાંથી ગાયબ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જે ત્રીજા તબક્કામાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, સચિન પાયલટ, મોહમ્મદ અઝહરુદ્દીન સામેલ છે.

UP Elections 2022: કોંગ્રેસે ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, યૂપીના પૂર્વ પ્રમુખ રાજ બબ્બરનું નામ યાદીમાંથી ગાયબ
Congress President Sonia Gandhi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 1:18 PM

Elections 2022:ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી (UP Elections 2022)માં રાજકારણમાં સતત કંઈક નવું થઈ રહ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારની વચ્ચે કોંગ્રેસ પાર્ટી (Congress Party)એ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજ બબ્બરનો સમાવેશ થતો નથી. મનમોહન સિંહ, સોનિયા ગાંધીના નામ ગાયબ છે પરંતુ આઝાદ આ સ્ટાર પ્રચારક યાદીમાં સામેલ છે. આ સાથે પૂર્વ ભારતીય કેપ્ટન અઝહર પણ આ યાદીમાં સામેલ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સિવાય રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અજય કુમાર લલ્લુ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, મોહમ્મદ અઝહરુદ્દીન, નસીમુદ્દીન સિદ્દીકી, આચાર્ય પ્રમોદ ક્રિષ્નમ, રાશિદ અલ્વી, ઝફર અલી નકવી, કુલદીપ વિશ્નોઈ , વર્ષા ગાયકવાડ, હાર્દિક પટેલ , ફૂલો દેવી નેતમ અને સુપ્રિયા શ્રીનેત, ઈમરાન પ્રતાપગઢી, કન્હૈયા કુમાર, પ્રણિતી શિંદે, ધીરજ ગુર્જર અને તૌકીર આલમ યુપીમાં ત્રીજા તબક્કામાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.

બીજા તબક્કાના સ્ટાર પ્રચારકોની યાદીમાં છત્તીસગઢ અને રાજસ્થાનના સીએમ પણ સામેલ

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સામેલ છે. આ બંને મુખ્યમંત્રીઓ યુપીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. આ ઉપરાંત કન્હૈયા કુમાર પણ કોંગ્રેસની તરફેણમાં માહૌલ બનાવશે. યુપીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે

જાણકારોના મતે સપા અને ભાજપ વચ્ચે મુકાબલો જામશે

આ પહેલા અન્ય રાજકીય પક્ષોએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સમાજવાદી પાર્ટી, બસપા અને ભાજપે તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની યાદીની રાહ જોવાઈ રહી હતી. જાણકારોનું કહેવું છે કે આ વખતે સ્પર્ધા સપા અને ભાજપ વચ્ચે છે.  ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો માટે 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં મતદાન શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે. જ્યાં 10 માર્ચે મતગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો : Mukesh Ambani એ ખરીદી દેશની સૌથી મોંઘી કાર, કિંમત અને રજીસ્ટ્રેશન પાછળ કરાયેલ ખર્ચ જાણશો તો ઉડી જશે હોશ !!!

g clip-path="url(#clip0_868_265)">