AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election: PM મોદી આજે વારાણસીના બીજેપી કાર્યકર્તાઓ સાથે વાત કરશે, જનતાને પાર્ટીની યોજનાઓથી વાકેફ કરવાના નિર્દેશ આપશે

બહુજન સમાજ પાર્ટી (BSP) અને કોંગ્રેસ પણ મેદાનમાં છે અને તેઓએ આગામી ચૂંટણી માટે પોતપોતાના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી છે. જ્યારે SPએ જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળ (RLD) અને અન્ય નાના સંગઠનો સાથે ગઠબંધનની જાહેરાત કરી છે, ત્યારે કોંગ્રેસ અને BSP એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે.

UP Election: PM મોદી આજે વારાણસીના બીજેપી કાર્યકર્તાઓ સાથે વાત કરશે, જનતાને પાર્ટીની યોજનાઓથી વાકેફ કરવાના નિર્દેશ આપશે
PM Narendra Modi (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:31 AM
Share

UP Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi)આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. કારણ કે ભારતના ચૂંટણી પંચે (Election Commission of India)વધતા કોરોનાવાયરસ ચેપ (Covid -19) ને કારણે 22 જાન્યુઆરી સુધી તમામ શારીરિક રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તર પ્રદેશ બીજેપી (Uttar Pradesh BJP)યુનિટ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર વર્ચ્યુઅલ સંવાદ સવારે 11 વાગ્યે શરૂ થશે. 

ચૂંટણી પંચે ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી(Uttar Pradesh Assembly Election) માટે શેડ્યૂલ જાહેર કર્યા પછી પાર્ટીના કાર્યકરો સાથે વડા પ્રધાનની આ પહેલી વાતચીત હશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, PM બીજેપી કાર્યકર્તાઓને રાજ્યમાં પાર્ટી દ્વારા લાગુ કરાયેલી કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા માટે નિર્દેશ આપી શકે છે, જ્યાં ભાજપ ઉત્તર પ્રદેશમાં સતત બીજીવાર સત્તા પર પાછા ફરવા ઈચ્છે છે. 

સપાએ ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાનો સંકલ્પ કર્યો

આ સાથે જ સમાજવાદી પાર્ટી જેવા વિરોધીઓએ પણ ભાજપના ચૂંટણી રથને રોકવાનો મક્કમ સંકલ્પ લીધો છે. બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં છે અને તેઓએ આગામી ચૂંટણી માટે પોતપોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. જ્યારે SPએ જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળ (RLD) અને અન્ય નાના સંગઠનો સાથે ગઠબંધનની જાહેરાત કરી છે, ત્યારે કોંગ્રેસ અને BSP એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત તેના ઘણા વરિષ્ઠ નેતાઓને તૈનાત કર્યા છે. 

યોગી આદિત્યનાથ ગોરખપુરથી હરાવશે

પાર્ટીના પ્રચારને વેગ આપવા માટે બંને નેતાઓએ તાજેતરના મહિનાઓમાં રાજ્યની ઘણી મુલાકાતો પણ કરી છે. ગયા અઠવાડિયે, શાહ, અપના દળ અને નિષાદ પાર્ટી જેવા સાથી પક્ષો સાથે, ઉમેદવારોની સૂચિ અને બેઠકોની વહેંચણીની ગોઠવણને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપની કોર કમિટીની બેઠકોની અધ્યક્ષતા કરી હતી. એટલું જ નહીં, શનિવારે પ્રથમ તબક્કાની 58માંથી 57 અને બીજા તબક્કાની 55માંથી 48 બેઠકો માટે ઉમેદવારોની યાદી પણ બહાર પાડવામાં આવી હતી. પાર્ટીએ ગોરખપુરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા છે.

g clip-path="url(#clip0_868_265)">