UP Election 2022: ગાંધી પરિવારનો ગઢ ગણાતા અમેઠી અને રાયબરેલીમાં કાંટાની ટક્કર, શું ભાજપ મારશે બાજી ?
અમેઠી લોકસભા સીટ ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. પરંતુ વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીએ આ માન્યતાને તોડી નાખી અને સ્મૃતિ ઝુબિન ઈરાનીને અહીં ભાજપ તરફથી જીત મળી.
UP Election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના તાજેતરના ટ્રેન્ડ અનુસાર, ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર સંજય સિંહ (Sanjay Singh) સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મહારાજી પ્રજાપતિ સપાથી આગળ છે. ટ્રેન્ડ અનુસાર ભાજપના સંજય સિંહને અત્યાર સુધીમાં 1200 વોટ મળ્યા છે, જ્યારે ગઠબંધનના ઉમેદવાર મહારાજી પ્રજાપતિને 600 વોટ મળ્યા છે. બહુજન સમાજ પાર્ટીની રાગિણી લડાઈમાં પાછળ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વખતે સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ સિવાય ઘણી નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે.
ભાજપ મતગણતરીમાં આગળ
યુપીની રાયબરેલી વિધાનસભા સીટ પર પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર અદિતિ સિંહ 1419 મતોના લીડ સાથે પ્રથમ સ્થાને છે.જ્યારે બીજા નંબરે સપાના ઉમેદવાર રામ પ્રતાપ યાદવ છે.
ઉલ્લેખનીય છે કે, અમેઠી લોકસભા સીટ ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. પરંતુ વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીએ આ માન્યતાને તોડી નાખી અને સ્મૃતિ ઝુબિન ઈરાનીને અહીં ભાજપ તરફથી જીત મેળવી હતી. હાલમાં ગરિમા સિંહ અમેઠી વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે.તમને જણાવી દઈએ કે, ગરિમા સિંહએ સંજય સિંહની પત્ની છે.
અમેઠીમાં ગળાકાપ હરીફાઈ
અહીં કોંગ્રેસના નેતા સંજય સિંહ ભાજપની ટિકિટ પર ,જ્યારે ભાજપના નેતા આશિષ શુક્લા કોંગ્રેસની ટિકિટ પર એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.જ્યારે ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ ગુનાહિત કેસમાં આરોપી બન્યા છે, તેથી સમાજવાદી પાર્ટીએ તેમની પત્ની મહારાજીને ટિકિટ આપી છે. આજ સુધી તેઓ કોંગ્રેસ સાથે છે અને ગાંધી પરિવારની પણ ખૂબ નજીક માનવામાં આવે છે.તેમણે કોંગ્રેસ નેતા સંજય ગાંધીના સમયમાં રાજકારણની શરૂઆત કરી હતી.અમેઠીને કોંગ્રેસનો ગઢ બનાવવાનો કેટલોક શ્રેય પણ સંજય સિંહને ફાળે જાય છે.પરંતુ હવે તેઓ કોંગ્રેસ સામે મેદાનમાં ઉતર્યા છે.
2017ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હતા
વર્ષ 1951માં પહેલીવાર અમેઠીમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ કુંવર રણજય સિંહ પ્રથમ વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી 1980 અને 1985માં રાજકુમાર સંજય સિંહ, 1989, 1991માં હરિચરણ યાદવ, 1993માં જમુના મિશ્રા, 1996માં રામ હર્ષ સિંહ પણ અહીંથી ધારાસભ્ય રહ્યા હતા. 2012માં સમાજવાદી પાર્ટીના ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ અને 2017માં બીજેપીના ગરિમા સિંહ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ પણ વાંચો : UP Election Result 2022: યુપીમાં મત ગણતરી શરૂ, ચૂંટણી એજન્ટો મતગણતરી કેન્દ્ર પર હાજર, જુઓ તસવીરો