Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Final Opinion Poll: 44.3 ટકા લોકોને CM યોગીનું કામ પસંદ, 37.8 ટકા લોકોએ અખિલેશના નામ પર સહમતિ દર્શાવી

TV9 Bharatvarsh અને Polstrat એ ઉત્તર પ્રદેશમાં ઓપિનિયન પોલ દ્વારા જનતાના દિલને જાણવાનો પ્રયાસ કર્યો છે. આ ઓપિનિયન પોલના પરિણામ સામે આવ્યા છે, જેમાં લોકોનો અભિપ્રાય જોવા મળી રહ્યો છે.

TV9 Final Opinion Poll: 44.3 ટકા લોકોને CM યોગીનું કામ પસંદ, 37.8 ટકા લોકોએ અખિલેશના નામ પર સહમતિ દર્શાવી
Akhilesh Yadav - Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 5:18 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નું (UP Assembly Election 2022) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 10 માર્ચે મતદાન બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં સમગ્ર દેશની નજર આ વખતે વિધાનસભા ચૂંટણી પર છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં સત્તાની ચાવી કોની પાસે રહેશે? જનતા કોના કામથી સૌથી વધુ ખુશ છે? શું અખિલેશ યાદવ (Akhilesh Yadav) મુખ્યમંત્રી બની શકશે કે CM યોગી આદિત્યનાથ (CM Yogi Adiyanath) ફરી એકવાર જીતશે. આ તમામ પ્રશ્નો પર લોકોનો અભિપ્રાય સામે આવ્યો છે. TV9 Bharatvarsh અને Polstrat એ ઉત્તર પ્રદેશમાં ઓપિનિયન પોલ દ્વારા જનતાના દિલને જાણવાનો પ્રયાસ કર્યો છે. આ ઓપિનિયન પોલના પરિણામ સામે આવ્યા છે, જેમાં લોકોનો અભિપ્રાય જોવા મળી રહ્યો છે.

ઓપિનિયન પોલમાં ઉત્તર પ્રદેશના લોકો સીએમ યોગી આદિત્યનાથના કામથી સૌથી વધુ ખુશ છે. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ કોના કામથી સૌથી વધુ ખુશ છે તો 44.3 ટકા લોકોએ સીએમ યોગીનું નામ લીધું જ્યારે 37.8 ટકા લોકોએ અખિલેશ યાદવના નામ પર સહમતિ દર્શાવી. તે જ સમયે, 13.9 ટકા લોકો માયાવતીના કામથી પ્રભાવિત થયા, જ્યારે માત્ર 4 ટકા લોકોએ અન્ય લોકોના નામ લીધા.

કોને કેટલી બેઠકો મળવાની શક્યતા?

TV9 Bharatvarsh ના સર્વે અનુસાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં BJP જીતતી જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં ભાજપ 205થી 221 બેઠકો જીતી શકે છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 144થી 159 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ સિવાય બસપાના ખાતામાં 21-31 અને કોંગ્રેસના ખાતામાં 2-7 બેઠકો જઈ શકે છે. તે જ સમયે, અન્ય માત્ર 0-2 બેઠકો જીતતા જોવા મળે છે.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિજનૌરમાં જન ચૌપાલને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં પણ વિકાસની નદીનું પાણી અટકી ગયું હતું. નકલી સમાજવાદીઓના પરિવારમાં, તેમના નજીકના મિત્રોમાં આ પાણી સ્થિર હતું. આ લોકોએ ક્યારેય સામાન્ય માણસની તરસની ચિંતા કરી નથી. તે બસ પોતાની તરસ છીપાવતા રહ્યા, પોતાની તિજોરીની તરસ છીપાવતા રહ્યા.

પીએમ મોદીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજ્યના દરેક વ્યક્તિને પોતાનો પરિવાર માને છે. અમારો મંત્ર છે- સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. તેથી જ ભાજપ સરકારમાં ભાઈ-ભત્રીજાવાદ અને તુષ્ટિકરણને કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો : UP Election: PM મોદીએ બિજનૌરના જન ચૌપાલમાં કહ્યું- નકલી સમાજવાદીઓથી સચેત રહો, યોગી સરકારમાં ભાઈ-ભત્રીજાવાદથી મુક્તિ મળી

આ પણ વાંચો : અસદુદ્દીન ઓવૈસી હુમલાનો મામલો, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આપ્યો જવાબ, કહ્યું- તાત્કાલિક પગલાં લેવાયા, ઓવૈસીને સુરક્ષા સ્વીકારવા કરી અપીલ

g clip-path="url(#clip0_868_265)">