UP Election: પ્રયાગરાજમાં વડાપ્રધાને કહ્યુ, જ્યારે વિપક્ષ ઈવીએમના દુરપયોગની વાત કરે તો સમજવુ કે ચૂંટણીમાં તેમનો ખેલ ખતમ

|

Feb 24, 2022 | 5:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પાંચમા તબક્કાના પ્રચાર માટે ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં વિપક્ષ પર જોરદાર વા્કપ્રહારો કર્યા અને વિપક્ષને અફવાવાદી, પલાયનવાદી અને અંધશ્રદ્ધાળુ ગણાવ્યા.

UP Election: પ્રયાગરાજમાં વડાપ્રધાને કહ્યુ, જ્યારે વિપક્ષ ઈવીએમના દુરપયોગની વાત કરે તો સમજવુ કે ચૂંટણીમાં તેમનો ખેલ ખતમ
Prime Minister Narendra Modi (file photo)

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના (Uttar Pradesh Assembly Election 2022) પાંચમા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે પ્રયાગરાજ (Prayagraj) પહોંચ્યા હતા. PM મોદીએ અહીં 19 વિધાનસભા બેઠકો પર જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમએ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું કે મને કોઈએ કહ્યું કે 5મા કે 6ઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જશે પછી વિપક્ષ ઈવીએમનો દુરુપયોગ થયો હોવાનુ, ગેરરિતી કરાઈ હોવાનું કહેશે પરંતુ આ વખતે તેઓ ચોથા તબક્કામાં જ ઈવીએમનો દુરુપયોગ કરવા લાગ્યા.

PMએ અહીં ગંગાપરમાં ફાફામઉ વિધાનસભા મતવિસ્તારના બેલા કછારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન, યુવાનોને સંબોધિત કરતી વખતે, પીએમે કહ્યું કે અગાઉ, ઉત્તર પ્રદેશમાં PCS પરીક્ષાનો અભ્યાસક્રમ UPSC કરતા અલગ હતો. અમારી સરકાર તમારી સમસ્યા સમજી ગઈ અને આજે યુપી પીસીએસ અને યુપીએસસીનો અભ્યાસક્રમ સમાન છે. હવે એટલી જ મહેનતથી યુવાનો બંને પરીક્ષા આપી શકશે. પીએમે વધુમાં કહ્યું કે અગાઉની સરકારોમાં નોકરીમાં લાયકાતનું મહત્વ નહોતું પણ ભલામણ, જાતિવાદ, પ્રદેશવાદ અને નોટોના બંડલની જરૂર રહેતી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વિપક્ષને કહ્યા – અફવાવાદી, પલાયનવાદી અને અંધશ્રદ્ધાળુ

વિપક્ષ પર વાકપ્રહાર કરતા પીએમએ કહ્યું કે મને કોઈએ કહ્યું કે 5મા કે 6ઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જશે પછી વિપક્ષ ઈવીએમનો દુરુપયોગ કરાયો હોવાનું ગાણું ગાવાનુ શરૂ કરશે પરંતુ આ વખતે તેમણે (વિપક્ષ) ચોથા તબક્કામાં જ ઈવીએમને ગાળો દેવાનું, ઈવીએમનો દુરુપયોગ થયો હોવાનું શરૂ કર્યું કરી દિધુ છે. જ્યારે તેઓ ઈવીએમના દુરુપયોગની વાતો કરવા લાગે તો સમજવું કે વિપક્ષની રમત પૂરી થઈ ગઈ છે.

પીએમે વધુમાં કહ્યું કે કટ્ટ્રરપંથી, પરિવારવાદીઓ ક્યારેય મજબૂત અને આધુનિક ઉત્તર પ્રદેશનું નિર્માણ કરી શકતા નથી. આ એવા લોકો છે જેઓ અફવા ફેલાવનારા છે, પલાયનવાદી છે અને બહુ અંધશ્રદ્ધાળુ પણ છે. આ લોકો એવા અંધશ્રદ્ધાળુ છે કે પોતાની ખુરશી ના ગુમાવવી પડે એટલા માટે નોઈડા, બિજનૌર નથી જતા. બિજનૌર અને નોઈડાથી આવતા ટેક્સમાં મલાઈ મારવા તૈયાર છે, પણ ત્યાંના લોકોને મળવા જવું, તેમના સુખ-દુઃખ પૂછવું એ અંધશ્રદ્ધાના માર્ગે જવા જેવુ લાગે છે. શું આવા લોકો ઉત્તર પ્રદેશને સારો અને આધુનિક ઉત્તર પ્રદેશ બનાવી શકશે ?

PM મોદીએ એમ પણ કહ્યું કે 21મી સદીનું ઉત્તર પ્રદેશ આકાંક્ષાઓ અને મોટા સપનાઓ સાથે આગળ વધી રહ્યું છે. ડબલ એન્જિનની સરકાર રાજ્યના વિકાસ માટે દિવસ-રાત કામ કરી રહી છે. રાજ્યની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં નેતૃત્વની મોટી ભૂમિકા હોય છે, તેથી પ્રશ્ન એ પણ છે કે રાજ્યમાં નેતૃત્વ શું હોવું જોઈએ.

આ પણ વાંચોઃ

આ સાત રીતે ભારતીય ખેતીને આધુનિક અને સ્માર્ટ બનાવાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી સંપૂર્ણ માહિતી

આ પણ વાંચોઃ

Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ

Next Article