AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ludhiana Blast: NIA એ જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ દાખલ કર્યો

NIAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ ખાલિસ્તાન તરફી સમર્થકો પંજાબમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને તેમના એજન્ડા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા.

Ludhiana Blast: NIA એ જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ દાખલ કર્યો
Punjab - Ludhiana Court Blast Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:25 PM
Share

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બ્લાસ્ટ કેસમાં (Ludhiana District Court) પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા આતંકવાદી જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ટીમે તેની સામે આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ નોંધ્યો છે. તેની પૂછપરછ કરવા માટે ટીમ ટૂંક સમયમાં જર્મની જવા રવાના થશે. તાજેતરમાં જર્મન પોલીસે તેની અટકાયત કરી હતી.

સમાચાર એજન્સી સાથે વાત કરતા, NIAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ ખાલિસ્તાન તરફી સમર્થકો પંજાબમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને તેમના એજન્ડા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. પંજાબની ચૂંટણી પહેલા, રાજ્યમાં શાંતિને અસ્થિર કરવા માટે તેમની પ્રવૃત્તિઓમાં અચાનક વધારો થયો છે.

પાકિસ્તાન સાથે જોડાણ એક અધિકારીએ જણાવ્યું હતું કે મુલ્તાની તાજેતરમાં પાકિસ્તાની ઓપરેટિવ્સની મદદથી સરહદ પારથી વિસ્ફોટક, ગ્રેનેડ અને પિસ્તોલના હથિયારોના કન્સાઇનમેન્ટની વ્યવસ્થા કરવા માટે સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. અગાઉ 7 ફેબ્રુઆરીએ પંજાબ પોલીસે તરનતારન, અમૃતસર અને ફિરોઝપુરમાંથી ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આઠ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો.

ધરપકડ કરાયેલા લોકોએ પંજાબમાં કટ્ટરપંથી પ્રવૃત્તિઓ કરવા માટે ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હતા. પોલીસે પાછળથી બીજા એક વ્યક્તિ, જીવન સિંહની ધરપકડ કરી હતી, જેને જર્મનીના ખાલિસ્તાન નેતા મુલ્તાનીએ સોશિયલ મીડિયા પર અગ્રણી ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલને નિશાન બનાવવા માટે કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો.

આ કારણે 15 વર્ષ પહેલા જર્મની ગયો હતો નોંધનીય છે કે લુધિયાણા બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ જસવિંદર 15 વર્ષ પહેલા પૈસા કમાવવા માટે જર્મની ગયો હતો, પરંતુ ત્યાં જઈને તે આતંકી બની ગયો હતો. સાત વર્ષ પહેલા મુલ્તાની પોતાના ગામ મંસૂરપુર પરત ફર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એક સપ્તાહ રોકાયા બાદ તે ફરીથી જર્મની પરત ફર્યો હતો, તે પછી પાછો આવ્યો નથી.

આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીના સમાચાર સાંભળીને મંસૂરપુર ગામના લોકો ગભરાઈ ગયા છે. જો કે અહીં મુલ્તાની સામે કોઈ ફોજદારી કેસ નથી. ગામ લોકોએ જણાવ્યું કે જસવિંદરની માતા કમલજીત કૌરનું ગામમાં નિધન થઈ ગયું છે. તેના પિતા અજીત સિંહ એકલા રહે છે.

આ પણ વાંચો : UP Elections: વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવને મોટો ઝટકો, મુલાયમના નજીકના સહયોગી શતરૂદ્ર પ્રકાશ ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : Omicron Update: દેશમાં ઓમિક્રોનના 1270 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 450 કેસ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">