ભાજપના સાંસદ રીટા બહુગુણાનો પુત્રમોહ, કહ્યુ દિકરાની ટિકિટ માટે સાંસદપદ છોડવા તૈયાર

|

Jan 18, 2022 | 4:32 PM

કોંગ્રેસ છોડીને રીટા બહુગુણા ભાજપમાં જોડાઈ ગયા હતા. રીટા બહુગુણા કહે છે કે તેમનો પુત્ર છેલ્લા 12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને લોકો માટે કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના પુત્ર મયંક જોશીને ટિકિટ મળવી જોઈએ.

ભાજપના સાંસદ રીટા બહુગુણાનો પુત્રમોહ, કહ્યુ દિકરાની ટિકિટ માટે સાંસદપદ છોડવા તૈયાર
BJP MP Rita Bahuguna Joshi (file photo)

Follow us on

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Election 2022) માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં પક્ષના નેતાઓની પાર્ટી બદલવાની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. ભાજપના વરિષ્ઠ સાંસદ રીટા બહુગુણા જોશીનું (Rita Bahuguna Joshi) એક મોટું નિવેદન સામે આવ્યું છે. રીટા બહુગુણાએ કહ્યુ છે કે તેઓ ઈચ્છે છે કે તેમનો પુત્ર મયંક જોશીને (Mayank Joshi) લખનૌ કેન્ટની (Lucknow Kent) ટિકિટ મળે. તેમનું કહેવું છે કે પુત્રની ટિકિટ માટે તેઓ સાંસદ પદેથી રાજીનામું આપવા પણ તૈયાર છે.

તેમનું કહેવું છે કે આ અંગે તેમણે કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. રીટા બહુગુણાએ એવુ કહ્યુ છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે જો વર્તમાન સાંસદના પુત્રને ટિકિટ આપવામાં કોઈ સમસ્યા હોય તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. લખનૌ કેન્ટ સીટને લઈને ભાજપમાં ઘણા દાવેદારો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રીટા બહુગુણા જોશી ભાજપના સાંસદ છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. રીટા કહે છે કે તેનો પુત્ર છેલ્લા 12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને લોકો માટે કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના પુત્ર મયંક જોશીને ટિકિટ મળવી જોઈએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઘણા નેતાઓએ તેમના પુત્ર માટે માંગી છે ટિકિટ 
રીટા બહુગુણા સિવાય બીજેપી સાંસદ જગદંબિકા પાલ, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નામ પણ બીજેપીમાં તેમના પુત્રો માટે ટિકિટ માંગનારની યાદીમાં સામેલ છે. આ તમામે વિધાનસભા ચૂંટણી માટે તેમના પુત્રો માટે ટિકિટની માંગણી કરી છે.

રીટા કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે
રીટા બહુગુણા જોશી અગાઉ યુપી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. વર્ષ 2019માં પાર્ટીએ તેમને અલ્હાબાદ સંસદીય સીટ પરથી ટિકિટ આપી હતી. વિજયી થતાં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા ડો.જોશી મેયર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ

ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત

આ પણ વાંચોઃ

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિની પુત્રવધૂ સાડી પહેરીને ટેનિસ રમતી, 42 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો

Next Article