અખિલેશ યાદવને અનુરાગ ઠાકુરનો જવાબ, કહ્યુ અખિલેશ યાદવે 10ને બદલે 8 માર્ચે જ EVMને કહ્યા ‘બેવફા’

|

Mar 08, 2022 | 10:01 PM

સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે શું કારણ છે કે ઈવીએમ મશીનોને સુરક્ષા વગર લઈ જવામાં આવી રહ્યા છે. તમે ઉમેદવારની જાણકારી વગર EVM ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી.

અખિલેશ યાદવને અનુરાગ ઠાકુરનો જવાબ, કહ્યુ અખિલેશ યાદવે 10ને બદલે 8 માર્ચે જ EVMને કહ્યા બેવફા
Union Minister Anurag Thakur (File Photo)

Follow us on

UP Exit Poll Result 2022: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના (Akhilesh Yadav) EVM ખસેડવામાં આવી રહ્યાં હોવાના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, ‘અખિલેશ જી ચૂંટણી દરમિયાન જ સમજી ગયા હતા કે લોકો સપા પ્રત્યે ગંભીર નથી. તેમની પ્રથમ યાદીમાં જેલ-જામીનદારો વધુ હતા. 10મી માર્ચે અખિલેશજી કહેશે કે EVM બેવફા છે’, તેમણે આવુ કહેવા માટે રાહ પણ ન જોઈ, અને  8 માર્ચે જ કહ્યું EVM બેવફા છે, અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવે આ પૂર્વે કહ્યુ હતું કે, ઉમેદવારની જાણકારી વગર જ EVM ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે. આખરે, સુરક્ષા દળોની સાથે EVM કેમ નથી લઈ જઈ રહ્યાં.

યુપીની ચૂંટણી લોકશાહીની છેલ્લી લડાઈ છેઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે ગઈકાલે જે એક્ઝિટ પોલના પરિણામો આવ્યા છે તેનાથી આ લોકો એવી છાપ ઉભી કરવા માંગે છે કે ભાજપ જીતી રહી છે, જેથી તેઓ ચોરી કરે તો પણ કોઈને ખબર પણ ના પડે કે તે ચોરી થઈ છે. આ લોકશાહી માટે મોટો ખતરો છે. તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી લોકશાહીની છેલ્લી લડાઈ છે. આ પછી લોકોએ ક્રાંતિ કરવી પડશે તો જ પરિવર્તન આવશે. હું મારા પક્ષના લોકોને કહીશ કે, જ્યા સુધી મતગણતરી પૂર્ણ ના થાય ત્યા સુધી જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે, તે જગ્યાએ, કોઈને આવવા જવા ના દેવા.

અમારું ગઠબંધન 300 સીટો સુધી પહોંચશે

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે બનારસ અને અયોધ્યામાં સમાજવાદી પાર્ટી જીતી રહી છે. આનાથી ભાજપ ચિંતિત છે. અમારું ગઠબંધન 300 બેઠકો સુધી પહોંચશે. એક્ઝિટ પોલ એટલા માટે કરવામાં આવ્યા છે કે જે ચોરી થઈ છે તેને ઢાંકી શકાય.

આ પણ વાંચોઃ

UP Election: અખિલેશ યાદવે એક્ઝિટ પોલ અને EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ લોકશાહીની છેલ્લી ચૂંટણી છે, મશીનો સાથે છેડછાડ થઈ રહી છે

આ પણ વાંચોઃ

Uttar Pradesh: ચૂંટણી પરિણામ પહેલા અખિલેશ યાદવે ચૂંટણી પંચને લખ્યો પત્ર, જાણો શું છે મામલો

Next Article