UP Election: અખિલેશ યાદવે એક્ઝિટ પોલ અને EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ લોકશાહીની છેલ્લી ચૂંટણી છે, મશીનો સાથે છેડછાડ થઈ રહી છે
અખિલેશ યાદવે કહ્યું, "એક્ઝિટ પોલ એવી છાપ ઉભી કરવા માંગે છે કે ભાજપ જીતી રહ્યું છે. લોકશાહીની આ છેલ્લી ચૂંટણી છે. ઉમેદવારોને જાણ કર્યા વિના ઈવીએમ લઈ જવામા આવી રહ્યા છે. અનેક જગ્યાએથી EVM પકડાઈ રહ્યા છે, "અમે મત આપ્યા છે તો હવે મત પણ સાચવવા પડશે."
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election) સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયું હતું. હવે દરેક 10મી માર્ચે પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરિણામ પહેલા એક્ઝિટ પોલ આવી ગયા છે. પરંતુ હવે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું, “એક્ઝિટ પોલ્સ એવી છાપ ઉભી કરવા માંગે છે કે ભાજપ જીતી રહ્યું છે. લોકશાહીની આ છેલ્લી ચૂંટણી છે. ઉમેદવારોને જાણ કર્યા વગર ઈવીએમ લઈ જવામાં આવી રહ્યા છે. દરેક જગ્યાએ ઈવીએમ પકડાઈ રહ્યા છે, અમે વોટ આપી દીધો છે, તો હવે વોટ બચાવવાના છે. લોકશાહીની આ છેલ્લી લડાઈ છે. જો હવે પરિવર્તન નહીં આવે તો જનતાએ ક્રાંતિ કરવી પડશે.
અખિલેશ યાદવે કહ્યું કે, શું કારણ છે કે ઈવીએમ મશીનને સુરક્ષા વગર લઈ જવામાં આવી રહ્યા છે. તમે ઉમેદવારની જાણકારી વગર EVM ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી. આખરે ઈવીએમ મશીનો સુરક્ષા દળો સાથે કેમ નથી લઈ જતા. આ મતની ચોરી નથી તો શું છે ? ઈવીએમ મશીનો પકડાઈ ગયા છે. હવે અધિકારીઓ કોઈ બહાનું કાઢશે કે અમે આ કારણે ઈવીએમ લઈ જઈ રહ્યા હતા. બરેલીમાં EVM મશીનો કચરાની ગાડીમાંથી પકડાયા છે.
क्या वजह है कि बिना सुरक्षा के EVM मशीनों को ले जाया जा रहा है। बिना प्रत्याशी के जानकारी के आप EVM के एक जगह से दूसरी जगह नहीं ले जा सकते हैं। आखिर सुरक्षाबलों के साथ EVM मीशनों क्यों नहीं जा रही थी: समाजवादी पार्टी के प्रमुख अखिलेश यादव pic.twitter.com/l67VbD4DGu
— ANI_HindiNews (@AHindinews) March 8, 2022
મુખ્ય સચિવ, જિલ્લા કલેકટરને કરે છે ફોન
અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે મુખ્ય સચિવ, મુખ્યમંત્રી આવાસથી જિલ્લાઓના કલેકટરને બોલાવી રહ્યા છે અને તેમના પર દબાણ કરી રહ્યા છે કે તેઓ ધીમે ધીમે મતગણતરી કરે અને જ્યાં બીજેપી હારી રહી છે ત્યાં મોડી રાત સુધી ચાલુ રાખે. બનારસ અને અયોધ્યામાં સમાજવાદી પાર્ટી જીતી રહી છે, તેનાથી ભાજપ ચિંતિત છે.
એક્ઝિટ પોલ શું કહે છે
સોમવારે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. TV9- Pollstrat ના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ 403 સીટોમાંથી 211-225 સીટો જીતી શકે છે. કોંગ્રેસને 4-6 સીટો પર જીત મળી શકે છે, સપાને 146-160 સીટો પર જીત મળી શકે છે. સાથે જ BSP 14-24 સીટો પર જીત મેળવી શકે છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી દર્શાવવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, સપા બીજા નંબર પર છે.
આ પણ વાંચોઃ