રાહુલ ગાંધી તો જ્યોતિષી નિકળ્યા ! રાજસ્થાનના પરિણામ પહેલા આ શું બોલી ગયા? જુઓ વીડિયો
ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે ભાજપ હાલ 100 સીટો સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ 77 સીટ સાથે પાછળ રહી ગઈ છે. ત્યારે આ વખતે રાજસ્થાનમાં સત્તા પલટાઈ જશે અને રાજસ્થાનના જાદુગરનો ખેલ ખતમ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન થોડા સમય પહેલા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે જાતે પોતાની પાર્ટી જવાની વાત બોલી ગયા હતા. જાણો શું કહ્યું હતુ.

રાજસ્થાન વિધાનસભા ઈલેક્શનના પરિણામો જાહેર થઈ રહ્યા છે જેમાં ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે ભાજપ હાલ 100 સીટો સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ 77 સીટ સાથે પાછળ રહી ગઈ છે. ત્યારે આ વખતે રાજસ્થાનમાં સત્તા પલટાઈ જશે અને રાજસ્થાનના જાદુગરનો ખેલ ખતમ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન થોડા સમય પહેલા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે જાતે પોતાની પાર્ટી જવાની વાત બોલી ગયા હતા. જાણો શું કહ્યું હતુ.
રાહુલ ગાંધીનો આ વીડિયો વાયરલ
થોડા સમય પહેલા જાતિ ગણતરીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીભ લપસી ગઈ હતી. તાજેતરમાં જ રાજસ્થાન ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે આ વીડિયો ફરી વાયરલ થયો છે. પરંતુ બીજી તરફ રાહુલની જીભ લપસી જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડશેની મોટી વાત બોલી ગયા હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે રાજસ્થાનમાં તેમની સરકાર જઈ રહી છે. એટલું જ નહીં તેણે છત્તીસગઢનું નામ પણ લીધું. જ્યારે હાલ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે આ વાત કહેતાં જ તેણે તરત જ પોતાના શબ્દો સુધાર્યા અને માફી માંગી લીધી.
सच जुबां से निकल ही गया “राजस्थान और छत्तीसगढ़ से कांग्रेस सरकार जा रही है” @RahulGandhi pic.twitter.com/vh950sUY99
— Social Tamasha (@SocialTamasha) October 9, 2023
શું બોલી ગયા હતા રાહુલ?
કોંગ્રેસ વતી આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સરકાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં સત્તા પર જવાની છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. આ પછી તરત જ રાહુલે પોતાના શબ્દો સુધાર્યા અને માફી માંગી અને ‘સોરી ઉલ્ટા બોલ દિયા’ કહ્યું.
