Punjab Assembly Election 2022: CM ચરણજીત સિંહ ચન્ની બાદ ભાજપે ચૂંટણીની તારીખ લંબાવવાની કરી અપીલ, ચૂંટણી પંચને લખ્યો પત્ર

|

Jan 16, 2022 | 9:24 PM

BJP પહેલા CM ચરણજીત સિંહે ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો લંબાવવાની વિનંતી કરી હતી.

Punjab Assembly Election 2022: CM ચરણજીત સિંહ ચન્ની બાદ ભાજપે ચૂંટણીની તારીખ લંબાવવાની કરી અપીલ, ચૂંટણી પંચને લખ્યો પત્ર
Election commission of India (File Photo)

Follow us on

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Punjab CM Charanjit Singh Channi) બાદ હવે પંજાબ ભાજપે (BJP) પણ ચૂંટણી પંચ (EC) ને ચૂંટણી (Punjab Assembly Election 2022) ની તારીખ લંબાવવાની વિનંતી કરી છે. સીએમ ચન્નીની જેમ ભાજપે પણ ચૂંટણી પંચને પત્ર લખીને દલીલ કરી છે કે પંજાબમાં 16 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ રવિદાસ જયંતિ છે અને આ અવસર પર દલિત સમુદાયના ઘણા લોકો વારાણસી અને અન્ય તીર્થસ્થળો પર ગુરપરબ મનાવવા જાય છે. આવી સ્થિતિમાં તેમના માટે મતદાનના દિવસે પંજાબમાં રહેવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ બદલવા પર વિચાર કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે. બીજેપી પહેલા સીએમ ચરણજીત સિંહે ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો લંબાવવાની વિનંતી કરી હતી.

સીએમ ચન્નીએ ચૂંટણી 6 દિવસ લંબાવવાની માગ કરી હતી

16 ફેબ્રુઆરીએ સીએમ ચન્નીએ શ્રી ગુરુ રવિદાસ જયંતિના કારણે ચૂંટણી 6 દિવસ લંબાવવાની માગ કરી હતી. તેમણે કમિશનને લખ્યું કે અનુસૂચિત જાતિ (SC) સમુદાયના લોકોએ તેમને કહ્યું કે રવિદાસ જયંતિ માટે 10 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશના બનારસમાં મોટી સંખ્યામાં SC ભક્તો જશે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આ સમુદાયના ઘણા લોકો ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુખ્યમંત્રીએ તેમના પત્રમાં લખ્યું છે કે રાજ્યમાં અનુસૂચિત જાતિ સમુદાયની વસ્તી લગભગ 32 ટકા છે. આ સ્થિતિમાં તેઓ તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી શકે છે. તેમણે લખ્યું, “SC સમુદાયે વિનંતી કરી છે કે મતદાનની તારીખ એવી રીતે લંબાવવામાં આવે કે તેઓ 10 થી 16 ફેબ્રુઆરી સુધી બનારસની મુલાકાત લઈ શકે અને વિધાનસભા ચૂંટણીમાં પણ ભાગ લઈ શકે.”

તેમણે કમિશનને ઓછામાં ઓછા 6 દિવસ માટે વિધાનસભાની ચૂંટણી આગળ વધારવા કહ્યું જેથી લગભગ 20 લાખ લોકો તેમના મતના અધિકારનો ઉપયોગ કરી શકે.

 

આ પણ વાંચો: Punjab Assembly Election: CM ચન્નીએ લોકોને આપી ભેટ, પંજાબમાં વીજળી 3 રૂપિયા સસ્તી થઈ

આ પણ વાંચો: Punjab Assembly Election: SSM અને AAP વચ્ચે ગઠબંધન ના થયું ? તક હાથમાંથી નીકળી જતાં કેજરીવાલે કહ્યું…

Next Article