Punjab Election: કોંગ્રેસે ચૂંટણીને લઈને શરૂ કરી તડામાર તૈયારીઓ, ફિલ્ડ મુજબ ચાર નિરીક્ષકોની કરી નિમણૂક

કોંગ્રેસ (Congress) પંજાબમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબમાં આ વખતે તેનો મુકાબલો આમ આદમી પાર્ટી (AAP), અકાલી-BSP ગઠબંધન અને ભાજપ સાથે છે.

Punjab Election: કોંગ્રેસે ચૂંટણીને લઈને શરૂ કરી તડામાર તૈયારીઓ, ફિલ્ડ મુજબ ચાર નિરીક્ષકોની કરી નિમણૂક
Congress - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 7:45 PM

કોંગ્રેસે (Congress) શનિવારે આગામી 20 ફેબ્રુઆરીએ યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab assembly Election 2022) માટે પ્રદેશ મુજબના ચાર નિરીક્ષકોની નિમણૂક કરી છે. તે જ સમયે, માલવા પ્રદેશ માટે બે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કુલ 117 વિધાનસભા બેઠકોમાંથી 69 બેઠકો છે. બીજી તરફ માઝા (Majha Region) અને દોઆબા ક્ષેત્ર (Doaba Region) માટે એક-એક નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી છે. પંજાબમાં એક તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે તમામ પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે.

પાર્ટીના એક સત્તાવાર નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી (Punjab Elections) માટે AICC નિરીક્ષકો (પ્રદેશ મુજબ) નીચેના પદાધિકારીઓની નિમણૂકના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત સંજય નિરુપમ (Sanjay Nirupam) માલવા પ્રદેશ, ઉત્તમ કુમાર રેડ્ડી (Uttam Kumar Reddy) માઝા પ્રદેશ, સુખવિંદર સિંહ સુખુ  દોઆબ પ્રદેશ અને અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya) ને માલવા પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

પંજાબમાં રસપ્રદ ચૂંટણી

કોંગ્રેસ (Congress) પંજાબમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબમાં આ વખતે તેનો મુકાબલો આમ આદમી પાર્ટી (AAP), અકાલી-BSP ગઠબંધન અને ભાજપ સાથે છે. પંજાબની ચૂંટણી પણ રસપ્રદ બની છે કારણ કે આ વખતે તમામ પક્ષો વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપે (BJP) પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ (Amrindar Singh) ની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ઢિંડસાના શિરોમણી અકાલી દળ વચ્ચે સંયુક્ત ગઠબંધન કરીને ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કોંગ્રેસ ભારે બહુમતી સાથે પંજાબમાં સત્તા જાળવી રાખશેઃ પાયલોટ

કોંગ્રેસને આશા છે કે આ વખતે તે જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે શુક્રવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી પંજાબમાં 20 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરશે અને પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખશે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ફરી ભારે બહુમતી સાથે સરકાર બનાવીશું. પાયલોટે કહ્યું કે રાહુલ ગાંધી પહેલા જ કહી ચુક્યા છે કે પાર્ટી પંજાબમાં ભાવિ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડશે અને પાર્ટી કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: Punjab Assembly Election: અમૃતસર પૂર્વમાંથી ઉમેદવારી ભર્યા પછી સિદ્ધુનું નિવેદન, કહ્યું- મને ઉશ્કેરી શકાય, હરાવી શકાય નહીં

આ પણ વાંચો: Punjab Assembly Elections: તમામ પક્ષો મહિલાઓને તક આપવામાં આળસુ કરી, જાણો કોણે કેટલા મહિલા ઉમેદવારો પર વિશ્વાસ કર્યો

g clip-path="url(#clip0_868_265)">