Punjab Election: ફિલ્મ ‘દેવ ડી’થી લોકપ્રિય બનેલી અભિનેત્રી માહી ગીલે રાજકારણમાં મૂક્યો પગ, BJP સાથે જોડાયા

|

Feb 07, 2022 | 3:15 PM

લોકપ્રિય અભિનેત્રી માહી ગિલ (Mahie Gill) ચંદીગઢમાં (Chandigarh) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manoharlal Khattar) માહી ગિલને પુષ્પગુચ્છ આપીને પાર્ટીમાં આવકાર્યા હતા.

Punjab Election: ફિલ્મ દેવ ડીથી લોકપ્રિય બનેલી અભિનેત્રી માહી ગીલે રાજકારણમાં મૂક્યો પગ,  BJP સાથે જોડાયા
actoress mahi gill join bjp (file image)

Follow us on

પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Elections 2022) પહેલા રાજનીતિમાં દરરોજ નવા ચહેરાની એન્ટ્રી થઈ રહી છે. આ પહેલા અભિનેતા સોનુ સૂદે તેની બહેન માલવિકા સૂદને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી હતી. હવે ત્યાં જ લોકપ્રિય અભિનેત્રી માહી ગીલે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. માહી ગિલ ચંદીગઢમાં (Chandigarh) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manoharlal Khattar) માહી ગિલને પુષ્પગુચ્છ આપીને પાર્ટીમાં આવકાર્યા. આ દરમ્યાન સીએમ ખટ્ટર સિવાય કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajindra Singh Shekhawat) અને ભાજપ નેતા દુષ્યંત ગૌતમ (Dushyant Gautam) પણ હાજર હતા. માહી ગિલ છેલ્લા બે દાયકાથી હિન્દી અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. 46 વર્ષીય ગિલે 2003માં ફિલ્મ ‘હવા’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘ખુશી મિલ ગયી’ અને ‘સિર્ફ પાંચ દિન’ જેવી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું.

ફિલ્મ ‘દેવ ડી’થી મળી લોકપ્રિયતા

તેની કારકિર્દીમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો, જ્યારે તેને 2008ની ફિલ્મ દેવ ડી (Dev D) એક હિન્દી રોમેન્ટિક ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી. અનુરાગ કશ્યપે આ ફિલ્મ લખી અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મે તેને એક નવી ઓળખ આપી. માહી ગિલને દેવ ડી પછી લોકપ્રિયતા મળી. તેની કારકિર્દીની અન્ય મહત્વની ફિલ્મ સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર ફ્રેન્ચાઈઝી રહી છે. તેણે નેશનલ એવોર્ડ વિજેતા પાન સિંહ તોમરમાં (Paan Singh Tomar) પણ કામ કર્યું છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

ક્રાઈમ સીરિઝ ‘રક્તાંચલ’માં જોવા મળશે

આ સિવાય તેણે દબંગ, ગુલાલ, નોટ અ લવ સ્ટોરી, બુલેટ રાજા, વેડિંગ એનિવર્સરી સહિતની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની નવી રિલીઝ ફિલ્મ 2020 ભૂમિ પેડનેકર-સ્ટારર દુર્ગામતી હતી, જેમાં તેણે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. ગિલ આગામી ક્રાઈમ સિરીઝ ‘રક્તાંચલ’ની (Raktanchal) બીજી સીઝનમાં જિમી શેરગિલ (Jimmy Sheirgill) સાથે જોવા મળશે. જે 11 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. માહી ગિલ પાંચ વર્ષની દીકરીની સિંગલ મધર પણ છે.

આ પણ વાંચો: UP Election 2022: ભાજપે 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિ દયાશંકરને બલિયાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા

આ પણ વાંચો: Uttar Pradesh Election: નોઈડામાં પ્રિયંકા ગાંધીએ ઘરે-ઘરે જઈને કોંગ્રેસના ઉમેદવાર માટે વોટ માંગ્યા, વિરોધીઓ પર કર્યા પ્રહાર

Next Article