ઝડપાયેલા નકસલીઓએ કર્યો ખુલાસો, બિહાર પંચાયતની ચૂંટણી લડશે નકસલીઓ

બિહારના પશ્ચિમ વિસ્તારમાં ઘણા હાર્ડકોર નક્સલવાદીઓ રાજ્યમાં પંચાયતની ચૂંટણી લડવાની તૈયારીમાં છે. નક્સલવાદીઓએ પંચાયતની ચૂંટણી માટે નાણાં જમા કરવાનું શરૂ કરી દીધું છે. પકડાયેલા યુવકો દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા નકસલીઓએ કર્યો ખુલાસો, બિહાર પંચાયતની ચૂંટણી લડશે નકસલીઓ
પ્રતિકાત્મક તસ્વીર

બિહારમાં યોજાનારી પંચાયત ચૂંટણી 2021 (Bihar Panchayat Election 2021) પર હવે પશ્ચિમી ક્ષેત્રના નક્સલીઓ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ વખતની થનારી પંચાયતની ચૂંટણીમાં પશ્ચિમી ક્ષેત્રના કેટલાક નકસલીઓ તેમનું ભવિષ્ય અજમાવવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. જી હા આ ચોંકાવનારી માહિતી એવા યુવાકોની પૂછપરછમાં બહાર આવી છે જેઓની ધરપકડ મુજફ્ફરપુરમાં કરવામાં આવી હતી.

વાત જાણે એમ છે કે સાહેબગંજ શહેર પોલીસ બાઇક ચેકીંગ કરી રહી હતી. આ સમયે ચેકિંગમાં ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી. જાણવામાં આવ્યું છે કે તેમનો સમાંબંધ બે વર્ષ પહેલા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલી રમેશ પાસવાન સાથે છે. રમેશની કાર્બાઇન સાથે આ પકડાયેલા યુવકોના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નક્સલીઓના સંપર્કમાં રહેલા ત્રણેય યુવકોની પૂછપરછ કરવામાં આવી. અને જેમાં યુવકોએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પંચાયત ચૂંટણી લડવા માટે જમા કર્યો ફંડ

પોલીસ સૂત્રોના દ્વારા જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ ક્ષેત્રની અનેક નક્સલી પંચાયતો ચૂંટણી લડવા માટે તેમના દ્વારા ફંડ જમા કરવામાં આવી રહ્યું હતું. ફંડની સાથે સાથે નક્સલી જે પ્રદેશમાં ચૂંટણી લડવા માંગતા હતા તે પ્રદેશના લોકોને જોડવા માટે તેમની મદદ લઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં નક્સલીઓ તેમની છબી સુધારવા માટે અનેક લોકોની મદદ પણ કરી રહ્યા હતા. મદદ કરીને તેમની છબી સામાજિક કાર્યકરની બનાવવા માંગતા હતા.

કોર્ટે ધરપકડ કરાયેલા યુવકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

પકડાયેલા યુવકોએ પોલીસને જણાવ્યું છે કે તેઓ પશ્ચિમ વિસ્તારમાં ઘણા હાર્ડકોર નક્સલવાદીઓને ઓળખે છે. અને તેઓ પણ તેમના સંપર્કમાં હતા. તેઓ નક્સલવાદીઓના શસ્ત્રો પણ છુપાવતા હતા. પૂછપરછ બાદ ત્રણેય યુવકોને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી તેઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

બિહારમાં પંચાયતની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ત્યારે નક્સલી તાકાતો આ ચૂંટણી પર પ્રભાવ પાડવા હાથ પગ મારી રહી હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલમાં યુવકોના જણાવ્યા અનુસાર નક્સલીઓ સમાજમાં છબી સુધારવા માટે લોકસેવાના કાર્યો તરફ વળ્યા છે. આ ઉપરાંત ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના માટે ફંડ એકઠું કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati