મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે ગત 20મી નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા મથકે, 288 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. આ વખતે પણ વિવિધ પક્ષ મુખ્ય બે જૂથ વચ્ચે લડાઈ છે. અત્યાર સુધીમાં સામે આવી રહેલા શરુઆતી વલણોમાં બન્ને જૂથ વચ્ચે બહુમતીના આંકડા સુધી પહોચવા માટે રસાકસી ચાલી રહી છે.
ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથ અન્ય એકાદ-બે પ્રાદેશીક પક્ષની સાથે મહાયુતિના નામે ચૂંટણી લડ્યા હતા. જ્યારે કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ પણ અન્ય રાજકીય પક્ષોની સાથે મળીને ચૂંટણી જંગ લડયા હતા.
20 નવેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલોએ રજૂ કરેલા એક્ઝિટ પોલ કેટલા સાચા અને કેટલા ખોટા તે પણ સામે આવી જશે. વિવિધ એક્ઝિટ પોલમાં મહાયુતિને સરકાર રચવા માટે જરૂરી બહુમતી દર્શાવવામાં આવી છે. જ્યારે કેટલાક એક્ઝિટ પોલમાં મહાવિકાસ અઘાડીને બહુમતી મળતી હોવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ, હરિયાણા બાદ આ ચૂંટણીમાં સૌથી મોટો સંદેશ એક્તા છે. ‘એક હે તો સેફ હે’ દેશનો મહામંત્ર બની ગયો છે.
પીએમ મોદીએ કહ્યુ છેલ્લા 50 વર્ષમાં કોઈપણ પાર્ટી કે કોઈપણ ગઠબંધન માટે આ સૌથી મોટી જીત છે. આ સતત ત્રીજીવાર એવુ બન્યુ છે કે ભાજપની લીડરશઈપમાં કોઈ ગઠબંધને મહારાષ્ટ્રમાં આશીર્વાદ મળ્યા છે. આ સતત ત્રીજીવાર બન્યુ છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. આ ઐતિહાસિક છે અને ભાજપના ગવર્નનેન્સ મોડલ પર મોહર લગાવી છે. એકલા ભાજપને જ કોંગ્રેસ અને તેની સગયોગી પાર્ટી કરતા અનેકગણી બેઠકો મહારાષ્ટ્રની જનતાએ આપી છે. આ જ બતાવે છે કે જ્યારે સુશાસનની વાત આવે છે તે દેશ માત્ર ને માત્ર ભાજપર અને એનડીએ પર વિશ્વાસ મુકે છે.
મહારાષ્ટમાં MVAની જીત પર પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીએ આ જીતને વિકાસવાદ અને સાચા સામાજિક ન્યાયની જીત ગણાવી. પીએમ મોદીએ કહ્યુ મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે.
મહારાષ્ટ્રમાં બમ્પર જીત પછી, ફડણવીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે બાઝની અસલી ઉડાન હજી બાકી છે. આ પોસ્ટ પરથી વિવિધ કયાસ કાઢવામાં આવી રહ્યા છે.
એક નાથ શિંદે વર્ષા બંગલામાંથી બહાર આવ્યા, હવે તેઓ તેમની જીતનું સર્ટિફિકેટ લેવા જશે.
પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે દેવેન્દ્ર ફડણવીસે લખ્યું કે પીએમ મોદીના વિઝન સાથે વિકસિત મહારાષ્ટ્રના સપનાને સાકાર કરવા આગળ વધી રહ્યા છે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતૂટ સમર્થન અને વિશ્વાસે અમને વિજય અપાવ્યો છે. મહારાષ્ટ્ર માટે સમૃદ્ધ અને વિકસિત ભવિષ્યનું વિઝન હવે સંપૂર્ણ ઝડપે આગળ વધવા માટે તૈયાર છે.
મહારાષ્ટ્રમાં બમ્પર જીત પર દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે કહ્યું કે આજે દરેક લોકો ખુશ છે કે ભાજપને આટલી મોટી જીત મળી છે. મહાયુતિ અને ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજનો દિવસ ઐતિહાસિક છે. લાડલી બહેના યોજનાની ભારે અસરકારક સાબિત થઈ છે અને અમને તેનો લાભ મળ્યો છે. ભાજપે રાજ્યમાં વિકાસના કામો કર્યા છે અને લોકોએ દરેક બાબતનું વિશ્લેષણ કરીને અમારી તરફેણમાં મતદાન કર્યું છે.
દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં નીતિન ગડકરીના નિવાસસ્થાને જશે. નાગપુર પહોંચ્યા બાદ તેઓ ગડકરીને મળશે.
વર્ષા બંગલા ખાતે શિવસેના પાર્ટી કારોબારીની બેઠક મળી હતી. જેમાં નેતાઓએ સીએમ એકનાથ શિંદેને અભિનંદન આપવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દીધી હતી. પાર્ટી કારોબારીએ એકનાથ શિંદેને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીતને શોકિંગ ગણાવી છે. પરિણામો પર તેમની પ્રથમ પ્રતિક્રિયામાં, તેમણે કહ્યું કે આ પરિણામ અપેક્ષિત ન હતું.
પચોરા વિધાનસભામાં મહાયુતિના ઉમેદવાર કિશોર પાટીલ જંગી મતોથી જીત્યા હતા. શિવસેના ઠાકરે જૂથના ઉમેદવાર વૈશાલી સૂર્યવંશીને હરાવ્યા છે.
નવી મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે નવી સરકાર 25 નવેમ્બરે શપથ લઈ શકે છે. અગાઉ 2014માં પણ આ જ વાનખેડે સ્ટેડિયમમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
એકનાથ શિંદે જૂથના તમામ વિજેતા ધારાસભ્યોને આવતીકાલે મુંબઈમાં બેઠક માટે બોલાવવામાં આવ્યા છે.
ચૂંટણી પરિણામો બાદ પીએમ મોદીએ X પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું કે મને દરેક એનડીએ કાર્યકર્તા પર ગર્વ છે. તેમણે સખત મહેનત કરી, લોકોની વચ્ચે જઈને અમારા સુશાસનના એજન્ડાને વિસ્તારથી સમજાવ્યો.
સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે, તેઓ તમામ મતદારો, સમર્થકો, કાર્યકરો અને નેતાઓનો આભાર માને છે કે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં માનખુર્દથી સમાજવાદી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર તરીકે જીત્યા ભીવંડી પૂર્વ વિધાનસભામાંથી અબુ આસીમ આઝમી અને રઈસ કાસમ શેખને તેમની જીત બદલ અભિનંદન. આ પીડીએની એકતાની જીત છે.
સીએમ શિંદેએ કહ્યું કે આજે લોકોએ બતાવી દીધુ છે કે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાવાળી શિવસેના કઈ છે. ઝારખંડ અને કર્ણાટકમાં EVM સારું છે. જીત્યા પછી EVM અને ચૂંટણી પંચ સારા છે. તેઓ સુપ્રીમ કોર્ટ પર પણ સવાલો ઉઠાવે છે. જો હારી જશે તો ખરાબ અને જીતશે તો સારા.
વાવ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાર અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રંજ વ્યક્ત કર્યો. શક્તિસિંહ ગોહિલે કહ્યું દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લી ઘડીએ થોડા મતથી હારનો રંજ તો છે જ. પરંતુ હાર જીત કરતા વધુ મહત્વનું છે કે તમે ચૂંટણી કેવા પ્રકારથી લડ્યાં. શક્તિસિંહ ગોહિલે જીત બદલ ભાજપના ઉમેદવારને અભિનંદન પણ પાઠવ્યા. સાથે જ વિપરીત સંજોગોમાં દરેક કાર્યકર્તાઓ અને નેતાઓ જે નિષ્ઠા અને પ્રામાણિકતા લડ્યા એમનો પણ શક્તિસિંહે આભાર માન્યો.
મહાયુતિની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. અજિત પવારે કહ્યું કે અમે રેકોર્ડ તોડ્યો છે. મોદી સરકાર અમારા માટે મજબૂત આધાર છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની જીત પ્રથમ વખત બની છે. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ વિકાસ જોયો અને મહાયુતિને સફળ બનાવ્યો. રાજ્યને ગરીબ બનાવવા બદલ અમારી ટીકા થઈ રહી હતી. વહાલી બહેન યોજના ગેમ ચેન્જર સાબિત થઈ. વિરોધીઓનું પતન થયુ છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સીએમ પદને લઈને કોઈ વિવાદ નથી. અમિત શાહે પહેલા જ કહ્યું હતું કે ચૂંટણી પછી સીએમ નક્કી કરવામાં આવશે. વરિષ્ઠ નેતાઓ નિર્ણય લેશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમને તમામ સાધુ સંતોના આશીર્વાદ મળ્યા. એકનાથ શિંદે, અજિત પવાર સહિત તમામ નાની પાર્ટીઓની એકજૂટતાની આ જીત છે. માર્ગદર્શન માટે અમિત શાહ, રાજનાથ, નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, ગડકરી, પિયુષ ગોયલનો આભાર. અમારા નેતાઓએ માત્ર ભાજપની બેઠકો પર જ નહીં પરંતુ તમામ સહયોગી મિત્રોની બેઠકો પર પણ કામ કર્યું જેના કારણે આ જીત મળી. હું એક આધુનિક અભિમન્યુ છું, જે ચક્રવ્યુહને કેવી રીતે ભેદવું તે જાણે છે અને મેં તેને ભેદ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રનો સંદેશ છે કે આપણે એક થઈશું તો સુરક્ષિત છીએ. મહારાષ્ટ્ર પીએમ મોદીની સાથે છે. ધ્રુવીકરણનો પ્રયાસ નિષ્ફળ ગયો. અમે સાથે કામ કર્યું. આ એકતાની જીત છે. રાજ્યમાં ફેક નેરેટિવ નિષ્ફળ થયુ. અમે ચક્રવ્યૂહ તોડી નાખ્યો.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેણે કહ્યું કે જો સંગઠિત છો તો સુરક્ષિત છો.. સમગ્ર મહારાષ્ટ્રના લોકો એક થયા.
આદિત્ય ઠાકરે વર્લીથી 8100 મતોથી જીત્યા છે. તે જ સમયે, રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માહિમ બેઠક પરથી હારી ગયા છે.
સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આખો દિવસ મતદાન થવા છતાં EVM 99 ટકા ચાર્જ કેવી રીતે હોઈ શકે. ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે અણુશક્તિ નગર વિધાનસભામાં 99% ચાર્જ મશીનો ખોલતાની સાથે જ ભાજપ સમર્થિત NCPને વોટ કેવી રીતે મળવા લાગ્યા?
Maharashtra Election Results 2024 LIVE : અજિત પવારે ફરી એકવાર બારામતી મતવિસ્તારમાંથી જીત તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. 12મા રાઉન્ડના અંતે તેઓ 60 હજારથી વધુ મતોથી આગળ છે. કાટેવાડીમાં અજીત દાદાના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. શરદ પવાર જૂથના યુગેન્દ્ર પવાર મોટા માર્જિનથી પાછળ છે.
કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ આપેલો નિર્ણય માથે ચડાવવો જ રહ્યો. હું ઈવીએમની ખામીઓ વિશે વાત નહીં કરું. તેમણે સુચક રીતે કહ્યું કે, નાના રાજ્યમાં વિપક્ષને સત્તા મળે છે પણ મોટું રાજ્ય વિપક્ષ હાથમાંથી ગુમાવે છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિએ વિક્રમી જીત મેળવી છે. મહાગઠબંધનમાં ઉજવણીનો માહોલ છે. ફડણવીસ-શિંદે અને અજિત પવાર, આ ભવ્ય જીત બાદ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.
બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર ભાજપના સ્વરુપજી ઠાકોરનો 1300 મતે વિજય થયો છે. આ બેઠક પર 23 રાઉન્ડની હાથ ધરાયેલ મતગણતરીમાં 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ મતગણતરીના 22 અને 23માં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે, કોંગ્રેસના ગુલાબસિહની લીડ કાપીને વિજય તરફ આગળ વધ્યા હતા. ભારે રસાકસી બાદ, કોંગ્રેસના ગુલાબસિંહનો પરાજય થયો છે.
પુણે કેન્ટોનમેન્ટ મતવિસ્તારનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના સુનિલ કાંબલેનો આ બેઠક પરથી વિજય થયો છે. હારથી કોંગ્રેસના રમેશ બાગને આંચકો લાગ્યો છે.
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્રની ચૂંટણીમાં મુંબઈના અંધેરી પૂર્વ મતવિસ્તારમાંથી શિવસેના શિંદે જૂથના મુરજી પટેલ જીત્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને વલણો જાહેર થયા બાદ, દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને કહ્યું છે કે, એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકીન હૈ.
एक है तो ‘सेफ’ है !
मोदी है तो मुमकिन हैं ! #Maharashtra #महाराष्ट्र— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 23, 2024
Maharashtra Election Results 2024 LIVE : સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં બંધારણ દિવસ પર શપથ ગ્રહણ સમારોહ યોજાશે. તેના એક દિવસ પહેલા એટલે કે 25મી નવેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં મહાયુતિના જીતેલા તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
મહારાષ્ટ્રની વિધાનસભાના પરિણામોને લઈને, મહાયુતિમાં જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, CM એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને ગ્રુપ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનુ સૌ પ્રથમ પરિણામ વડાલા બેઠકનું આવ્યું છે. વડાલા બેઠક પરથી ભાજપના કાળીદાસ નિલકંઠ કોલમંકર તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતા 24973 મતે વિજય મેળવ્યો છે.
Maharashtra Election Results 2024 LIVE : નાસિક જિલ્લાની કુલ 15માંથી 13 બેઠકો પર મહાયુતિના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. માલેગાંવમાં અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને કલવાનમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના જેપી ગાવિત આગળ ચાલી રહ્યા છે.
1. નાસિક પૂર્વ: રાહુલ ઢીક્લે ભાજપ 2. નાસિક મધ્ય: દેવયાની ફરાંદે ભાજપ 3. નાસિક પશ્ચિમ: સીમા હિરે ભાજપ 4. દેવલાલી: સરોજ આહેર અજિત પવાર જૂથ 5. ઈગતપુરી: હિરામન ખોસ્કર અજિત પવાર જૂથ 6. સિન્નર: માણિકરાવ કોકાટે અજીત પવાર જૂથ 7. ડિંડોરી: નરહરિ જીરવાલ અજિત પવાર જૂથ 8. કલવાન: જે.પી. ગાવિત માઓવાદી સામ્યવાદી પક્ષ 9.બાગલાન: દિલીપ બોરસે ભાજપ 10.ચાંદવાડ: રાહુલ આહેર ભાજપ 11.નિફાડ: દિલીપ બેંકર અજિત પવાર જૂથ 12.નાંદગાંવ: સુહાસ કાંડે શિંદે જૂથ 13.યેવલા: છગન ભુજબલ અજિત પવાર જૂથ. 14. માલેગાંવ આઉટર: દાદા ભુસે શિંદે ગ્રુપ 15. માલેગાંવ સેન્ટ્રલ: આસિફ શેખ સ્વતંત્ર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામોમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જેને લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહાયુતિ રાજ્યમાં સરકાર બનાવી રહી છે. મુખ્ય પ્રધાન કોણ બનશે તેનો નિર્ણય હવે પછી કરાશે.
#WATCH | Thane | Maharashtra CM & Shiv Sena leader Eknath Shinde and his party leaders celebrate with ‘ladoos’ as Mahayuti is set to form govt in the state pic.twitter.com/HisjKYQTor
— ANI (@ANI) November 23, 2024
ભાજપ- 124
શિવસેના (શિંદે જૂથ)- 56
NCP (અજીત જૂથ)- 37
કોંગ્રેસ- 19
શિવસેના (UBT) – 19
NCP(શરદ જૂથ)-13
Maharashtra Election Results 2024 LIVE :બાંદ્રા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં આશિષ શેલાર 14 હજારથી વધુ મતોથી આગળ છે
આશિષ શેલાર – 25,590
આસિફ ઝકરિયા – 10,775
Maharashtra Election Results 2024 LIVE : મંગલ પ્રભાત લોઢાની મલબાર હિલથી વિજયની કૂચ. 12મા રાઉન્ડના અંતે મંગલ પ્રભાત લોઢાના વોટ માર્જિન 36 હજારને પાર કરી ગયા છે. મંગલ પ્રભાત લોઢાને 57,390 મત મળ્યા અને ઠાકરે જૂથના ભૈરુલાલ ચૌધરીને 21,028 મત મળ્યા છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અત્યાર સુધી જે નથી થયું તે બન્યું છે. ભાજપે મહારાષ્ટ્રમાં ઈતિહાસ રચ્યો છે, તો હેમંત સોરેને ઝારખંડમાં 24 વર્ષની પરંપરા તોડી છે. પહેલા મહારાષ્ટ્રની વાત કરીએ. અહીં ભાજપે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટ્રેન્ડ મુજબ તેને 126 સીટો મળી રહી છે. અગાઉ 2014માં તેણે 122 બેઠકો જીતી હતી. 24 વર્ષની પરંપરા તોડીને હેમંત સોરેન ઝારખંડમાં ફરી સરકાર બનાવી રહ્યા છે. ઝારખંડમાં હજુ સુધી અહીં સરકારનું પુનરાવર્તન થયું નથી.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાના વલણો સામે આવી રહ્યાં છે. વલણો અનુસારની જ સ્થિતિ આખરી રહેવાની ધારણા છે. બન્ને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયે જાય તેવી સંભાવના છે.
Maharasthra Election Result 2024: ચાલીસગાંવ વિધાનસભા બેઠક પરથી ભાજપ મહાગઠબંધનના ઉમેદવાર મંગેશ ચવ્હાણ આઠમા રાઉન્ડમાં પણ આગળ ચાલી રહ્યા છે. મંગેશ ચવ્હાણ 30 હજાર 600 મતોની લીડ ધરાવતા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામોથી ઉત્સાહીત થઈને, અજીત પવાર જૂથના ટેકેદારોએ બારામતીમાં ફટાકડી ફોડીને આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જુઓ વીડિયો
#WATCH | Baramati, Maharashtra: Supporters of Maharashtra Deputy CM & NCP Candidate from Baramati Assembly Ajit Pawar burst crackers as Ajit Pawar is leading with 15,382 votes ss per the official EC trends.
Mahayuti has crossed the majority mark of 145 seats in the state. (BJP… pic.twitter.com/sPTHWCva8p
— ANI (@ANI) November 23, 2024
Maharashtra Election Results 2024 LIVE : સંજય રાઉતે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અત્યાર સુધીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે. આ મહારાષ્ટ્રના લોકોનો અભિપ્રાય નથી
#WATCH | As Mahayuti has crossed halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, “They have done some ‘gadbad’, they have stolen some of our seats…This cannot be the public’s decision. even the public does not agree with these results. Once the results are… pic.twitter.com/Qxx6a0mKsW
— ANI (@ANI) November 23, 2024
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના સામે આવી રહેલા ટ્રેન્ડ મુજબ મહારાષ્ટ્રમાં NDAએ 200નો આંકડો પાર કરી લીધો છે. તેઓ 217 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે MVA 749 સીટો પર આગળ છે.
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સામે આવી રહેલા પરિણામોથી એવું લાગી રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજોને મોટો ઝટકો લાગ્યો છે. કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ ચવ્હાણ પાછળ ચાલી રહ્યા છે. બાળાસાહેબ થોરાટ, વિજય વડેટ્ટીવાર, યશોમતી ઠાકુર, અમિત દેશમુખ પણ પાછળ ચાલી રહ્યાં છે.
Maharashtra Election Results 2024 LIVE : શિવસેનામાં બળવો કરીને મહાગઠબંધનમાં સામેલ થયેલા એકનાથ શિંદેના જૂથને મોટી સફળતા મળી હોય તેમ લાગે છે. મહા વિકાસ આઘાડી 50થી ઓછી બેઠકો પર આગળ છે, જ્યારે શિવસેના શિંદે જૂથ 58 બેઠકો પર આગળ છે.
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોપરી-પચપક્કડી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની હાથ ધરાયેલ મત ગણતરીના સામે આવી રહેલા પ્રાથમિક વલણો અનુસાર, એનડીએ એ સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. 288 બેઠકની વિધાનસભામાં, એનડીએ 202 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડી 73 બેઠક પર આગળ ચાલે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચના અહેવાલ અનુસાર એનડીએ એ સ્પષ્ટ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચના શરૂઆતી વલણો અનુસાર 163 બેઠક પર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જુઓ કયા પક્ષના કેટલા ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે ?
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર, ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1166 મત આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસને 4558, ભાજપના સ્વરૂપજીને 3689 અને અપક્ષ માવજી પટેલને 1710 મત મળ્યાં છે.
Maharasthra Election Result 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના આજે યોજાઈ રહેલ મતગણતરીમાં અત્યાર સુધીના સામે આવી રહેલા વલણોને જોતા એનડીએ મહારાષ્ટ્રમાં બહુમતી તરફ આગળ વધી રહી છે. 288 બેઠક પૈકી 164 બેઠક પર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જ્યારે મહાવિકાસ અઘાડીના 99 ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જ્યારે અપક્ષ અને અન્ય રાજકીય પક્ષના 16 ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
Maharashtra Election Results 2024 LIVE : બાંદ્રા ઈસ્ટથી વરુણ સરદેસાઈ આગળ છે. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પાછળ ચાલી રહ્યાં છે.
Maharasthra Election Result 2024: માહિમ મતવિસ્તારમાં ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે અને MNSના અમિત ઠાકરેને આંચકો લાગ્યો છે. શિવસેના શિંદે જૂથના સદા સરવણકર, MNSના અમિત ઠાકરે કરતા આગળ છે.
અમિત ઠાકરે – 2 હજાર 156 વોટ
મહેશ સાવંત – 2 હજાર 142 વોટ
સદા સરવણકર – 2 હજાર 270 મત
Vav seat by-election result 2024 : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત શરૂઆતી વલણોમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ માવજીભાઈ પટેલ કરતા આગળ ચાલી રહ્યાં છે. જો કે, આખરી પરિણામ આવતા બપોરનો સમય થવાની ધારણા છે.
Maharasthra Election Result 2024: ઘાટકોપરમાં ભારતીય જનતા પાર્ટીના રામ કદમ આગળ ચાલી રહ્યા છે.
બીજા રાઉન્ડના અંતે, શિવેન્દ્રરાજે ભોસલે સતારા વિધાનસભા મતવિસ્તારમાં 8613 મતોની મોટી લીડ ધરાવે છે.
Maharasthra Election Result 2024: એનસીપી અજિત પવાર જૂથના છગન ભુજબલ યેવલ્યામાં પાછળ ચાલી રહ્યાં છે. મતગણતરીમાં માણિકરાવ શિંદેએ આગળ ચાલી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 82 બેઠક પર, શિવસેના શિંદે જૂથ 25 બેઠક પર, એનસીપી અજીત જૂથ 18 બેઠક પર આગળ છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ 44 બેઠક પર, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ 31 અને શરદ પવાર જૂથની એનસીપી 36 બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.
Maharasthra Election Result 2024: ઉત્તર નાગપુર મતવિસ્તારમાં કોંગ્રેસના નીતિન રાઉત પોસ્ટલ વોટમાં આગળ છે.
વડાલામાંથી શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યો છે અને ભાજપના કાલિદાસ કોલંબકર આગળ છે.
Maharasthra Election Result 2024: માહિમમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પહેલો ટ્રેન્ડ મળ્યો છે. MNSના અમિત ઠાકરે આગળ છે. માહિમમાં અમિત ઠાકરે, સદા સરવણકર અને મહેશ સાવંત વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.
Maharasthra Election Result 2024: લાતુરમાં પોસ્ટલ ગણતરી શરૂ થઈ ગઈ છે અને પહેલો ટ્રેન્ડ બહાર આવ્યો છે. લાતુર શહેરમાં અમિત દેશમુખ પોસ્ટલ રાઉન્ડમાં અને ધીરજ દેશમુખ લાતુર ગ્રામીણમાં આગળ છે.
Maharasthra Election Result 2024: વરલીમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે, પહેલો ટ્રેન્ડ જાહેર થયો છે. વરલી વિધાનસભા બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે જૂથના આદિત્ય ઠાકરે આગળ ચાલી રહ્યા છે.
Maharasthra Election Result 2024: ડોમ્બિવલીમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પહેલો ટ્રેન્ડ મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રવિન્દ્ર ચવ્હાણ આગળ છે, દિપેશ મ્હાત્રે પાછળ છે.
Maharasthra Election Result 2024: બારામતી મતવિસ્તારની પોસ્ટલ ગણતરી શરૂ થઈ ગઈ છે. બારામતીમાં યુગેન્દ્ર પવાર પોસ્ટલ વોટની ગણતરીમાં આગળ છે. અજિત પવાર પાછળ છે. તેથી અજીતદાદા જૂથના કાર્યકરોની ચિંતા વધી ગઈ છે. જો કે ઈવીએમની ગણતરી હવે પછી હાથ ધરાશે.
મહારાષ્ટ્રની 288 બેઠક માટે 20મી નવેમ્બરે યોજાયેલ ચૂટણીની મતગણતરીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો છે. મતગણતરી દરમિયાન સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટ દ્વારા ચૂંટણી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ મતદાન કરતા હોય છે.
Maharashtra Election Results 2024 LIVE : મતગણતરી પૂર્વે, મુંબાદેવી બેઠક પરથી શિવસેના શિંદે જૂથના શાયના એનસીએ દાદર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કર્યા હતા.
#WATCH | Shiv Sena candidate from Mumba Devi assembly constituency, Shaina NC offered prayers at Shree Siddhivinayak Temple in Mumbai ahead of the counting of votes for #MaharashtraElection2024
(Video: Shaina NC office) pic.twitter.com/k87MPiLWBJ
— ANI (@ANI) November 23, 2024
Maharasthra Election Result 2024: ભાજપ મહાગઠબંધન બળવાખોર અને અપક્ષ વિજેતા ઉમેદવારો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બળવાખોર અને અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોનો સંપર્ક કરવા ભાજપે મહત્વના નેતાઓને જવાબદારી સોંપી છે. મંત્રી રવિન્દ્ર ચવ્હાણ, ભાજપના નેતા પ્રવીણ દરેકર, સંજય કુટે, મોહિત કંબોજ, નિતેશ રાણે અને નિરંજન દાવખરેને આ જવાબદારી સોંપવામાં આવી છે.
Maharasthra Election Result 2024: પરિણામો પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં MVA સરકાર બનશે. બહુમતી મળ્યા બાદ સીએમ અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય MVAની બેઠકમાં લેવામાં આવશે.
Maharasthra Election Result 2024: પરભણી જિલ્લામાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને શરૂઆતમાં પોસ્ટલ મતોની ગણતરી 8 ટેબલ પર કરવામાં આવશે. ચારેય એસેમ્બલીમાં 14 ટેબલ પર 25 થી 32 રાઉન્ડ યોજાશે.
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પહેલા રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેનાએ મહાયુતીમાં જોડાવવું જોઈએ.
મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં પહેલો ટ્રેન્ડ વિદર્ભ અને નાગપુરમાંથી આવશે પ્રથમ ટ્રેન્ડ સવારે 8.45 વાગ્યે આવશે. આથી સૌનું ધ્યાન એ વાત તરફ પણ ગયું છે કે, કોની જીત અને કોની હાર વિદર્ભથી શરૂ થાય છે.
મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મેં કહ્યું હતું કે મતદાનના દિવસે મહારાષ્ટ્રમાં 160-165 બેઠકો જીતવામાં આવશે. વડાપ્રધાન મોદી, નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ પ્રભાવશાળી છે. સહયોગી લોકોનો પણ પોતપોતાના વિસ્તારોમાં પ્રભાવ છે. તેથી ત્યાં ભાજપની સરકાર આવશે. ઝારખંડમાં પણ શિવરાજ સિંહ ચૌહાણ અને હિમંતા બિસ્વા સરમાએ મહેનત કરી છે, ત્યાં પણ ભાજપની સરકાર આવશે.
મહાગઠબંધનમાં, ભારતીય જનતા પાર્ટીએ 149 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, શિવસેના શિંદે જૂથે 81 બેઠકો પર અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વિપક્ષ MVA ગઠબંધનમાં, કોંગ્રેસે 101, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે 95 અને NCP શરદ પવાર જૂથે 86 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
મહારાષ્ટ્ર રાજ્યમાં 2019ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં યોજાયેલ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. આ વર્ષે, 4,136 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે 2019ની ચૂંટણીમાં 3,239 ઉમેદવારો મેદાનમાં હતા. આ ઉમેદવારોમાંથી 2,086 અપક્ષ છે. બળવાખોર ઉમેદવારો 150 થી વધુ બેઠકો પર મેદાનમાં હતા, જેમાં મહાયુતિ અને MVA ઉમેદવારો તેમના પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા હતા.
Published On - 6:46 am, Sat, 23 November 24