Lok Sabha Election 2024: સાતમાં તબક્કા માટે 1 જૂને થશે મતદાન, 8 રાજ્યની 57 સીટનું ભવિષ્ય થશે નક્કી

|

Mar 28, 2024 | 2:47 PM

આ ચરણમાં 2 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક જ તબક્કામાં 1 જૂને મતદાન કરવામાં આવશે. મતદાનના 2 દિવસ બાદ 4 જૂને મતગણતરી કરવામાં આવશે. દેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યુ છે.

Lok Sabha Election 2024: સાતમાં તબક્કા માટે 1 જૂને થશે મતદાન, 8 રાજ્યની 57 સીટનું ભવિષ્ય થશે નક્કી

Follow us on

ચૂંટણી પંચ તરફથી દેશમાં 18મી લોકસભા માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશમાં આ વખતે 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં ઉત્તરપ્રદેશ અને બિહારની સાથે સાથે 8 રાજ્યમાં 1 જૂને મતદાન કરવામાં આવશે. તેના માટે નોટિફિકેશન 7 મેએ જાહેર કરવામાં આવશે. 14 મે સુધી નામાંકન દાખલ થઈ શકશે અને 15 મેએ નામાંકન પત્રની ચકાસણી બાદ ઉમેદવારો 17 મે સુધી નામાંકન પરત ખેંચી શકશે.

આ ચરણમાં 2 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક જ તબક્કામાં 1 જૂને મતદાન કરવામાં આવશે. મતદાનના 2 દિવસ બાદ 4 જૂને મતગણતરી કરવામાં આવશે. દેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યુ છે. ચૂંટણી પંચે આજે 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશમાં છેલ્લા તબક્કામાં 8 રાજ્ય અને કેન્દ્રપ્રદેશોમાં 57 લોકસભા સીટ માટે મતદાન થશે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં એક જ તબક્કામાં આ ચૂંટણી યોજાશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

1 જૂને 7માં તબક્કાનું મતદાન

પંજાબની તમામ 13 લોકસભા સીટ પર આ તબક્કામાં ચૂંટણી યોજાશે. હિમાચલ પ્રદેશમાં પણ આ તબક્કામાં 4 સીટ માટે ચૂંટણી યોજાશે. ત્યારે ઉત્તરપ્રદેશની 13 સીટ અને બિહારમાં પણ 8 સીટ પર આ દિવસે મતદાન થશે. તે સિવાય ઓડિશાની 6, ઝારખંડની 3, પશ્ચિમબંગાળની 9 સીટ સાથે ચંદીગઢની એક માત્ર સંસદીય સીટ પર ચૂંટણી યોજાશે.

Next Article